Gujarat News:આજે વિશ્વ સિંહ દિવસ (World Lion Day) ની ઉજવણી ગુજરાત (Gujarat) રાજ્યમાં ભવ્ય અને ઉત્સાહપૂર્ણ રીતે થઈ રહી છે.એશિયાઈ સિંહો (Asiatic lions) નું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર અને આજુબાજુના વિસ્તારોની ઓળખ ધરાવતા ગુજરાતમાં, આ દિવસે સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 11 જિલ્લાઓ અને 13,000થી વધુ શાળાઓમાં સિંહ સંરક્ષણને લગતી પ્રવૃત્તિઓ,સેમિનાર,પ્રદર્શનો અને જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ વર્ષે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા બરડા વન્યજીવ અભયારણ્યના ટીંબડી ગામમાં યોજાવા જઈ રહ્યો છે.આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે.આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકારની પહેલો,ગીર અને બરડા વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટેના પ્રયાસો અને સ્થાનિક સમુદાયોની ભૂમિકા પર ચર્ચા થશે.આ ઉપરાંત, સિંહોના નિવાસસ્થાનને સુરક્ષિત રાખવા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટેની નવી યોજનાઓની જાહેરાત પણ આ કાર્યક્રમમાં થવાની સંભાવના છે.રાજ્યની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:એશિયાઈ સિંહોના બીજા નિવાસસ્થાને બરડા ડુંગર ખાતે વિશ્વ સિંહ દિવસ 2025ની ગૌરવભેર ઉજવણી કરાશે!
આ પણ વાંચો:સાસણ-ગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની થઈ ઉજવણી
આ પણ વાંચો:વિશ્વ સિંહ દિવસ શા માટે ઉજવાય છે? ભારતમાં સંરક્ષણ માટે કયા પ્રયાસો કરાયાં
