Not Set/ ICC World Cup IND vs AUS : ભારતે પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને આપ્યો 353નો ટાર્ગેટ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાઇ રહેલી મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. જ્યા શિખર ધવન અને રોહિત શર્માએ ઓપનિંગ કરતા ધમાકેદાર બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાનાં બોલરોને સેટ થવા નહોતા દીધા. It will be a record World Cup run chase for Australia to […]

Top Stories Sports

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાઇ રહેલી મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. જ્યા શિખર ધવન અને રોહિત શર્માએ ઓપનિંગ કરતા ધમાકેદાર બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાનાં બોલરોને સેટ થવા નહોતા દીધા.

પાંચમી જૂનનાં દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઓવલનાં મેદાનમાં ઉતરી હતી. જ્યા પહેલા વિરાટે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.

ભારતે 20 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 111 રન કર્યા હતા. રોહિત શર્મા 46 રને અને શિખર ધવન 62 રને રમી રહ્યો હતો. ધવને 53 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયા સામે રોહિતનાં 2 હજાર રન પૂર્ણ

અહી ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ વન ડે મેચોમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધમાં 2000 રન પૂર્ણ કર્યા હતા. લંડનમાં રમી રહેલા વિશ્વકપ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરી રહેલા રોહિત 37 ઈનિગ્સમાં આ ટીમની વિરુદ્ધ બે હજાર રનનો આંકડો પાર કર્યો છે. રોહિત શર્માએ 70 બોલમાં ત્રણ ચોક્કાની અને એક છક્કાની મદદથી 57 રન બનાવ્યા હતા.

શિખર ધવને પોતાના કેરિયરની ફટકારી 17મી સદી

વિશ્વકપ 2019નાં 14માં મુકાબલામાં ભારતનાં ઓપનર બેટ્સમેન શિખર ધવનએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પોતાના વન ડે કેરિયારની 17મી સદી ફટકારી ભારતીય ટીમને મોટા લક્ષ્ય સુધી પહોચાડવામાં ખાસ ભૂમિકા ભજવી હતી. વિશ્વકપમાં શિખર ધવનની આ છઠ્ઠી સદી છે તો ઈંગ્લેન્ડની ધરતી પર તેની આ ત્રીજી સદી છે. શિખર ધવને 109 બોલમાં 16 ચોક્કાની મદદથી 117 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ પણ ફટકારી અર્ધસદી

ઓસ્ટ્રેલિયા સામે શિખર ધવન અને રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ પણ પોતાની બેટિંગનો દમખમ બતાવ્યો હતો. જ્યા તેણે ધમાકેદાર બેટિંગ કરતા 77 બોલમાં ચાર ચોક્કા અને બે છક્કાની મદદથી 82 રન ફટકાર્યા હતા.

આંકડાઓ શું કહે છે…

ભારત-ઓસ્ટ્રેલિયા       કુલ મેચો
કુલ મેચો રમાઈ              135
ભારતની જીત                 49
ઓસ્ટ્રેલિયાની જીત         76
પરિણામ ન આવ્યા         10
છેલ્લી મેચ રમાઇ            13મી માર્ચ 2019

વર્લ્ડકપમાં મેચો

કુલ મેચો                  11

ઓસ્ટ્રેલિયાની જીત    08

ભારતની જીત          03

ભારતની છેલ્લી જીત 2011વર્લ્ડ કપમાં થઇ હતી.

ટીમ:

ભારત

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ

ઓસ્ટ્રેલિયા

ડેવિડ વૉર્નર, એરોન ફિંચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કૈરી, માર્કસ સ્ટોઇનિસ, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા