ભારત અને ઓસ્ટ્રેલિયા સામે લંડનનાં ઓવલમાં મેચ રમાઇ રહી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં ભારતનાં ક્રિકેટ પ્રેમીઓ ઓવલ મેદાને પહોચ્યા હતા. ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામેની મેચને લંડનનાં ઓવલ મેદાને નિહાળવા એક ખાસ ક્રિકેટ પ્રેમી પણ પહોચ્યો હતો. ભારતમાં તેને ભાગેડુ બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવે છે. આપ સમજી ગયા હશો કે અહી કોની વાત કરવામાં આવી રહી છે. જી હા આ કોઇ અન્ય નહી પણ ભારતની બેન્કને 9 હજાર કરોડનો ચુનો લગાવી ચુકેલો ભાગેડુ વિજય માલ્યા છે.
London: Vijay Mallya arrives at The Oval cricket ground to watch #IndvsAus match; says, "I am here to watch the game." #WorldCup2019 pic.twitter.com/3eCK1wQHDq
— ANI (@ANI) June 9, 2019
લંડનનાં ઓવલમાં રમાઇ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન વિજય માલ્યા અચાનક નજરે ચઢી ગયો હતો. જ્યા તેની સાથે એક ન્યૂઝ એજન્સીએ વાતચીત કરી હતી, જેમા તેણે માત્ર એટલુ જ કહ્યુ કે, હુ અહીયા મેચ જોવા માટે આવ્યો છુ. જો કે આ પહેલા માલ્યા 2018માં ભારત અને ઈંગ્લેન્ડની મેચ જોવા પણ પહોચ્યો હતો. મની લોન્ડ્રિંગ જેવા કેસમાં તપાસ કરી રહેલી એજન્સીઓ બ્રિટેનથી માલ્યાને ભારતને પાછા આપવાની સતત માંગ કરી રહી છે. ભારતને માલ્યાના પ્રત્યર્પણ મામલામાં એપ્રિલમાં મોટી સફળતા મળી હતી. યુનાઇટેડ કિંગડમની હાઇ કોર્ટે માલ્યાની તે અરજીને ફગાવી દીધી છે, જેમા તેણે વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આપવામાં આવેલ તેના પ્રત્યર્પણ આદેશની વિરુદ્ધ અપીલની પરવાનગી માંગી હતી. સીબીઆઇ અને ઈડીએ તેના પર ફ્રોડ, મની લોન્ડ્રિંગ અને વિદેશી કરન્સી મેનેજમેન્ટ એક્ટનાં ઉલ્લંઘનનાં આરોપ લગાવ્યા છે.
#WATCH London: Vijay Mallya arrives at The Oval cricket ground to watch #IndvsAus match; says, "I am here to watch the game." #WorldCup2019 pic.twitter.com/RSEoJwsUr9
— ANI (@ANI) June 9, 2019
ઉલ્લેખનીય છે કે, 10 ડિસેમ્બરે વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટની કોર્ટે તેના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો, જે પછી માલ્યાએ હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટનાં ચીફ મજિસ્ટ્રેટ જસ્ટિસ એમ્મા અર્બુથનોટે તે સમયે માલ્યાનાં મામલાને ગૃહ સચિવ સાજિદ જાવેદને મોકલી આપ્યો હતો. તેમણે પણ ફેબ્રુઆરીમાં પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. વિજય માલ્યાએ વર્ષ 2016માં ભારતની બેન્ક પાસેથી 9 હજાર કરોડ રૂપિયાની લોન ન ભરી શકતા 2માર્ચ 2016માં ભારતથી ભાગી ગયો હતો. આ લોન તેણે કિંગફિસર એરલાઇન્સ માટે લીધી હતી. જો કે માલ્યાએ આ વિશે ઘણીવાર દેશ છોડવાની વાતને નકારતા ભારતીય બેન્કોનાં દેવાને પરત આપી દેવાની વાત કહી છે. વર્ષ 2017માં ભારતે માલ્યાની વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી હતી, જેનો તેણે વિરોધ કર્યો હતો.
