ગુજરાત/ ભરૂચમાં વોટરપાર્કની મંજૂરી કોની..?

વોટરપાર્ક સુધી વરસાદી પાણીનો ઉપયોગ કરવા રોડને પણ નુકસાન કર્યું હોવાના ચોકાવનારા આવ્યા દ્રશ્યો સામે આવ્યા…

Top Stories Gujarat Others Breaking News

@વાસુ પરમાર

  • વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીના ઉપયોગ ન મામલો સામે આવતા અધિકારીઓના ધામા
  • વરસાદી કાંસ નજીક મોટર મૂકી પાણી સીધું વોટરપાર્કમાં થતું હતું સપ્લાય
  • વરસાદી કાંસના ગંદા પાણીથી વોટરપાર્ક ચાલતું હોવાનો ભાંડો ફુટતા તંત્ર સામે સવાલો

Bharuch News: ભરૂચના કરમાડ ગામ નજીક ખેતરની જમીનમાં વોટરપાર્ક ઉભું કરાયું છે પરંતુ આ વોટરપાર્કની મંજૂરી કોની તેવા સવાલો વચ્ચે વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ કરાતો હોવાની ઘટના સામે આવતા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી નોટિસ ફટકારવા સાથે જરૂરી દસ્તાવેજો મેળવવા સાથે વોટરપાર્ક ના જે રાઈડ છે તેની ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે.

 

ભરૂચમાં વોટરપાર્ક ઉભું થયું હોય અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી આવી જ ઘટના ભરૂચ ના કરમાડ ગામેથી સામે આવી છે જ્યાં રાતો રાત વોટરપાર્ક ઉભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું અને લોકો વોટરપાર્ક નો હોશે હોશે ઉપયોગ પણ કરવા લાગ્યા પરંતુ વોટરપાર્કમાંથી આવેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની વાત સામે આવતા સમગ્ર મામલો તંત્રના કારણે પહોંચતા તંત્ર એ પણ મંજૂરી આપી છે કે કેમ તે વાતથી તેઓ પણ ખુદ અજાણ હોવાની વાત સામે આવી છે.

વોટરપાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલો ઉભા થતા મોટો ભાંડો ફૂટ્યો છે વોટરપાર્ક નજીક વરસાદી કાંસ પાસે મોટર મૂકી પાણી વરસાદી કાંસના સીધા પાઇપ લાઇન વડે વોટરપાર્કમાં જતા હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવતા આ સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અધિકારીઓને પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું પરંતુ વોટરપાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ ઉપરથી વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાસમાં પાણીની લાઈન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે સીધું પાણી વોટરપાર્કમાં પહોંચતું હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. જેના પગલે અધિકારીઓ એ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે.

 

અત્રે ઉલ્લેખની આ બાબત એ પણ છે કે વોટરપાર્ક ઉપર તપાસ સાથે અધિકારીઓ પહોંચતા જ વોટરપાર્ક ના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની પાઇપ લાઇન દૂર કરવા માટે શરૂઆત કરી હતી જેના દ્રશ્યો પણ મીડિયાએ ચેક કર્યા છે ત્યારે અત્યાર સુધી જેટલા લોકો પણ વોટરપાર્કમાં ગયા હતા અને તેમને ચામડીનો રોગ થયો હોય તેવી ઘટના સામે આવી હોય તો અધિકારીઓએ તાત્કાલિક વોટરપાર્ક બંધ કરાવવું જોઈએ જોકે આ વોટરપાર્કમાં પાણીનો તો ગેરકાયદેસર ઉપયોગ કરાય છે પરંતુ ફીટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે સાથે જે તે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું માનવામાં આવે છે.

સમગ્ર મામલો સામે આવતા વોટરપાર્ક ની મંજૂરી બોરડા વિભાગે આપી હોવાનું રતન વોટરપાર્ક ના સંચાલકોએ કરતાં વોટરપાર્ક ના સંચાલકોએ પણ ખોટી કેપિયત રજૂ કરી હોય તેમ બોડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું હતું કે અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટરપાર્ક ચાલુ થયું છે તે અમારા ધ્યાને નથી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી નો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે હું મારી ટીમને મોકલું છું જોકે સ્થળ ઉપર મામલતદાર ની ટીમે નોટિસ પાઠવી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ