Not Set/ બોલો !!! મહિલા ASIએ પોલીસનું જ કરી નાખ્યું !! ખોટી સહીથી 43.50 લાખની કરી ઉચાપત

હાલોલનાં પોલીસ કર્મીઓના TA/DA. ના અને પેઈડ બંદોબસ્તનાં તેમજ ટ્રાફિકના દંડની લાખોની રકમ ઉપાડી પોતાના એકાઉન્ટમાંથી સેરવી લેવાનો કિસ્સો પંચમહાલ જિલ્લાના હાલોલ પોલિસ મથકેથી સામે આવ્યો છે. ખોટી સહી કરી 43.50 લાખ ની રકમ ઉપાડી લીધા હોવાની ફરિયાદ મહિલા ASI નયના તડવી સામે હાલોલ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ મહિલા એએસઆઈ નયના […]

Top Stories Gujarat Vadodara Others

હાલોલનાં પોલીસ કર્મીઓના TA/DA. ના અને પેઈડ બંદોબસ્તનાં તેમજ ટ્રાફિકના દંડની લાખોની રકમ ઉપાડી પોતાના એકાઉન્ટમાંથી સેરવી લેવાનો કિસ્સો પંચમહાલ જિલ્લાના હાલોલ પોલિસ મથકેથી સામે આવ્યો છે. ખોટી સહી કરી 43.50 લાખ ની રકમ ઉપાડી લીધા હોવાની ફરિયાદ મહિલા ASI નયના તડવી સામે હાલોલ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ મહિલા એએસઆઈ નયના તડવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે

ભ્રષ્ટાચાર રોકવા માટેની જેની જવાબદારી છે અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે ગુન્હો નોંધવાની જેને માથે જવાબદારી હોય એ જ મોટો ભ્રષ્ટાચાર કરે એવો બનાવ હાલોલ પોલીસ સ્ટેશન ખાતે બનવા પામ્યો છે જ્યાં વર્ષ 2011 થી 2018 સુધી સતત હાલોલ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા અને હાલોલ પોલીસ સ્ટેશનના રાઇટર તરીકે એકાઉન્ટ સંભાળતા એવા મહિલા એ એસ આઈ નયના તડવીએ 43.50 લાખની ઉચાપત કર્યા હોવાની ફરિયાદ હાલોલ પોલીસ મથકમાં નોંધવા પામી છે.

ASI નયના તડવી દ્વારા વર્ષ 2011 થી 2018 દરમિયાન ખોટી સહીઓ કરી લાખોની ઉચાપત કરી હોવાની હકીકત સામે આવી છે. હાલોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના પ્રવાસ ભથ્થા ‘રજા પગાર ‘સહીત ટ્રાફિક નિયમન દંડ ની વસુલાતની રકમ માંથી 43.50 લાખની ઉચાપત કર્યા હોવાની હકીકત સામે આવી છે. આ મામલે મહિલા ASI નયના બેન તડવી સામે હાલોલ પોલીસ મથકમાં ઉચાપતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે હાલ મહિલા ASI નયના તડવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી આ મહિલા એ એસ આઈ દ્વારા હજુ કેટલા રૂપિયાની ઉચાપત કરી છે તેમજ કેવી પધ્ધતિથી આ ઉચાપત કરવામાં આવી છે. તેમજ ઉચાપત કરેલ નાણા નો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે તમામ સવાલોનો જવાબ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે .

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.