શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વચ્છતા માટે સાત્વિક આહાર, સારું વાંચન, મનન અને યોગ્ય વ્યાયામ જરૂરી છે. વ્યાયામનાં અનેક પ્રકારો છે. જેમ કે તરવું, જોગિંગ, ચાલવું, કસરત શાળામાં જવું. આ બધામાં ચાલવાની કસરત ખર્ચા વગરની અને અનેક લાભો આપનારી છે. જેમ હાસ્ય સૌથી સરસ ઔષધ છે, તેમ ચાલવું તે સૌથી સરસ વ્યાયામ છે. હૃદયરોગનાં નિષ્ણાતોનું કહેવું છે કે દરરોજ ૨૦-૩૦ મિનિટની ઝડપી ચાલ હૃદયરોગનો પ્રતિકાર કરવા માટે અક્સીર છે. આ ઉપરાંત ચાલવાનાં અનેક ફાયદાઓ છે.
મુઠ્ઠી જારમાં બંધ કરતાં-ખોલતા ચાલવું
આવી રીતે ચાલતા લોકો એવો સંદેશો આપવા માંગે છે કે, કોઈ વસ્તુ પકડી ન રાખો (મોહ ન રાખો) વસ્તુ છોડતા શીખો. – મુઠ્ઠી વાળી, હાથ ઊંચા કરીને જારમાં ખોલીને ચાલવું, આ રીતે ચાલીને એવો સંદેશો આપતા હોય છે કે કોઈ વસ્તુનો મોહ ન રાખો અને તે વસ્તુને એટલા જારથી છોડી દો કે તે પાછી આવે જ નહીં.
મુઠ્ઠી જારમાં બંધ કરીને ચાલવું
આ રીતે ચાલીને લોકો સંદેશો આપે છે કે મારાથી દૂર જ રહેજો નહીં તો તમારું આવી બન્યું.
ઝરણાંની ચાલ
અમુક લોકો ટહેલતા ટહેલતા ચાલે. ચાલતા ચાલતા કોઈ મિત્ર મળે તો અટકે, વાતો કરે અને પાછું ચાલવાનું શરૂ કરે. જેમ વહેતા ઝરણાંને માર્ગમાં પથ્થરની રૂકાવટ આવે તો તે અટકે અને પાછું વહેવાનું શરૂ કરે. હાથ આગળ પાછળ, આજુબાજુ કે ઉપર-નીચે જારમાં હલાવતા ચાલવાનું આવા લોકો આ રીતે ચાલવામાં એટલા મગ્ન હોય છે કે, કોઈ વખત પાછળ ચાલતી વ્યક્તિને પણ વાગી જાય.
પર્વત પરથી પુરપાટ વહેતી ચંચલ નદીની ચાલ
અમુક લોકો એકદમ ઝડપથી વહેતી નદીની જેમ એટલા જારમાં ચાલે છે કે જાણે કોઈ સ્પર્ધામાં ઉતર્યા હોય. ક્યારેક આવા લોકો ધીમી ગતિથી ચાલતા, વયસ્ક લોકો સાથે ટકરાઈ પણ જાય છે. આવા લોકો બીજાને સ્વકેન્દ્રિત, બીજા લોકોની જરૂરીયાતની અવગણનાં કરનાર લાગે. અમુક લોકો ધીરગંભીર શાંત વહેતી નદીની માફક ચાલતા હોય છે.
સુખી માણસની જેમ
મંદ મંદ હાસ્ય સાથે, વાતો કરતાં ટહેલતા ટહેલતા ચાલતા લોકો સુખી માણસનાં જેવી નિશાની છોડે છે.
ગંદા લોકો
ઘણાં લોકો ચાલતા ચાલતા રસ્તા પર ગમે ત્યાં થૂંકતા જતા હોય છે, આવા માણસો પણ એમના સ્વભાવની ગંદકી રસ્તા પર જાહેર કરતાં દેખાય છે.
નીચું જોઈને ચાલવું
આવા વ્યક્તિઓ જાણે પોતાની વીતી ગયેલી જુવાનીને શોધી રહ્યાં હોય તેમ લાગે છે.
