Bhuj News : ભુજની હોટલમાંથી કાશ્મીરી યુવાનોની અટક કરવામાં આવી છે. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ પશ્ચિમ કચ્છ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જેમાં નાના મોટા વાહનોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.શહેરના હોટેલ અને ગેસ્ટ હાઉસમાં પણ ચકાસણી હાથ ધરવામાંઆવી છે.
ચકાસણી દરમિયાન શહેરની જનતા ઘર હોટલ માંથી કાશ્મીરી યુવાનો મળી આવ્યા હતા. જેમાં બે યુવાન, એક મહિલા અને ત્રણ બાળકો મળી આવ્યા છે. તપાસમાં તેઓ કાશ્મીરના કુપવાડા જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે. તેઓ દાન(ચંદો) માંગવા આવ્યા હોવાનું પુછપરછમાં જણાવ્યું હતું.
જોકે હોટલના ચોપડે માત્ર એકજ વ્યક્તિની નોંધ થઈ હતી. બીજીતરફ SOG પોલીસે હોટલ માલિક સામે પણ ગુન્હો નોંધ્યો છે. પોલીસે કાશ્મીરી યુવાનોના મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. મોબાઈલ ફોન ને FSL માં મુકવાની તજવીજ હાથ ધરાઈ
કાશ્મીર પોલીસનો સંપર્ક કરી તપાસ આગળ વધારી છે. દિલ્હીના પગલે કચ્છમાં પણ એલર્ટ જારી કરવામાંઆવ્યું છે. તે સિવાય હોટલ માલિક જનક વી. ભાટિયા વિરુધ્ધ ગુન્હો નોંધાયો છે. હોટલ માલિકના પુત્ર વિનય જનક ભાટિયા વિરુધ્ધ ગુન્હો નોંધાયો છે. જેમાં હોટલ રજીસ્ટર ન નિભાવી જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાંઆવ્યો છે.
આ પણ વાંચો: ભારતમાં સૌપ્રથમ કેમિકલ એટેક કરવાનું આયોજન ધરાવતા હતાં ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો.. ભલે વર્ષોથી ભાડું ભર્યું હોય મકાન માલિક જ માલિક ગણાશે..
આ પણ વાંચો: ભરૂચ GIDCમાં VK ફાર્મા કંપનીમાં મધ્યરાત્રે ભયાનક વિસ્ફોટ, 2ના મોત, 3 ગુમ અને 18 ઇજાગ્રસ્ત
