Not Set/ #કોરોનાવાયરસ/ રાજકોટ આરોગ્ય વિભાગ થયું દોડતું, જીલ્લામાં 12 લોકો પરત ફર્યા છે ચીનથી…

વિશ્વભરમાં જે જૈવિક વાયરસે હાહાકાર મચાવ્યો છે અને ચીનમાં લોકો જેના કારણે ટપોટપ મરી રહ્યા છે તે કોરોના વાયરસનાં દેખા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. જો કે ગુજરાતનાં એક વિદ્યાર્થીને તો તમામ પ્રકારની ચકાસણી બાદ કોરોના ભયમુક્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઉત્તર ગુજરાતમાં કોરોનાવાયરસનાં અમુક પોઝિટીવ કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના […]

Top Stories Gujarat Rajkot
Coronavirus 2 #કોરોનાવાયરસ/ રાજકોટ આરોગ્ય વિભાગ થયું દોડતું, જીલ્લામાં 12 લોકો પરત ફર્યા છે ચીનથી...

વિશ્વભરમાં જે જૈવિક વાયરસે હાહાકાર મચાવ્યો છે અને ચીનમાં લોકો જેના કારણે ટપોટપ મરી રહ્યા છે તે કોરોના વાયરસનાં દેખા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. જો કે ગુજરાતનાં એક વિદ્યાર્થીને તો તમામ પ્રકારની ચકાસણી બાદ કોરોના ભયમુક્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઉત્તર ગુજરાતમાં કોરોનાવાયરસનાં અમુક પોઝિટીવ કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના કારણ રાજકોટનું આરોગ્ય તંત્ર પણ ભાગાદોડી કરી રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

જી હા, સૌરાષ્ટ્રનું કેપીટલ રાજકોટ અને રાજકોટ જીલ્લામાં, ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ સ્વદેશ પરત ફરેલા લોકોને લઈ રાજકોટનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ચીનથી ભારત આવેલા લોકોના નામ કેન્દ્ર સરકારે ઘણાં શહેરોને મોકલ્યા છે. જેમાં રાજકોટના તંત્રને 48 લોકોની યાદી મોકલવામાં આવી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગોંડલ, ઉપલેટા, ધોરાજી અને જેતપુર સહિતના ગામના 12 લોકો ચીનથી પાછા આવ્યા છે. હવે રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ આ દરેક વ્યક્તિને શોધી, તેમના ઘરે જઈ મેડિકલ ચેકઅપ કરશે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેના માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. સાથે જ ચીનથી પાછા આવેલા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ અપાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.