પદયાત્રા/ કેરાલાથી મકકા મદીના પગપાળા જવા નીકળેલા શિહાબ ચોતુર ગોધરા પહોચ્યા : કરાયું ભવ્ય સન્માન

આ યુવાન તા.૦૨’ જૂનના રોજ કેરાલા થી નીકળ્યો હતો અને ત્યારબાદ કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પગપાળા ચાલીને ગુજરાતમાં પહોચતા સ્વાગત કર્યુ હતુ.

Gujarat Others Trending
શિહાબ ચોતુર

સાઉદી અરેબિયા (મક્કા)મદિનામાં હજ પઢવા જવુ એ દરેક મુસ્લિમ બિરાદરની ઈચ્છા હોય છે. તે ઈચ્છા દરેકની પુરી થઈ શકતી નથી પણ કેરાલાના એક યુવાન શિહાબ ચોતુરે ૧૪૦૦ વર્ષ પુરાણી પરંપરાની યાદ તાજી કરવા માટે મક્કા મદિના ચાલતા જવાના નિર્ણયને દરેક રાજ્ય, જિલ્લાઓ અને તાલુકાઓના ગામોમાં ભારે આવકાર મળી રહ્યો છે. હાલ આ યુવાન તા.૦૨’ જૂનના રોજ કેરાલા થી નીકળ્યો હતો અને ત્યારબાદ કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પગપાળા ચાલીને ગુજરાતમાં પહોચતા સ્વાગત કર્યુ હતુ. ભરુચ, વડોદરા બાદ હાલ પંચમહાલ જિલ્લામાં આવી પહોચતા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહયુ છે ત્યારે આજે  હાલોલથી નીકળેલા શિહાબ ચોતુર આજે ગોધરા નગરમાં પ્રવેશ લેશે ત્યારે અહીંના મુસ્લિમ સમાજના લોકો તેના સ્વાગત માટે ઠેરઠેર રસ્તા ઉપર આવી ગયા હતા.

શિહાબ ચોતુર

હજયાત્રા માટે નીકળેલા આ યુવાનની આટલી મોટી પગપાળા યાત્રા સફળ થાય તેવી દુઆઓ લોકો દ્વારા કરવામાં આવી હતી.  શિહાબ ચોતુરને પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા પણ આપવામાં આવી હતી. શિહાબ ચોતુર સોમવારે હાલોલથી ગોધરા તરફ રવાના થયો હતો તે હાલોલથી નીકળીને કાલોલ, વેજલપુર થઈને રાત્રી રોકાણ ગોધરા ખાતે કરવાનો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તેમજ હાલોલથી નીકળ્યા બાદ હાઇવે ઉપર હજારોની સંખ્યામાં લોકો તેને નિહાળવા અને સ્વાગત કરવા માટે એકઠા થયા હતા. શિહાબ ચોતુર કેરાલાથી નીકળ્યા બાદ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી પંજાબ થઈને વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી ઈરાન, ઈરાક, કુવૈત થઈ સાઉદી અરેબિયાથી મક્કા પહોચશે, શિહાબની આટલી મોટી મકકા સુધી પગપાળા હજયાત્રા સોશિયલ મિડીયામાં પણ જોરશોરથી ભારે ચર્ચાનો વિષય બની રહયો છે.

આ પણ વાંચો :  મેંદરડાના પોલીસ કોન્સ્ટેબલનો ગળેફાંસો ખાઈને આપઘાત | આવું હતું કારણ