લોકસભા 2019નાં પ્રચાર સમયે વિવાદીત નિવેદન કરવા બદલ સુરતમાં કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. પાછલી તારીખોમાં કોર્ટમાં હાજર રહેવા માટે અસમર્થ રાહુલ ગાંધીને આ વખતે તારીકમાં હાજર રહેવું ફરજીયાત જેવું જ છે ત્યારે આવતી કાલે રાહુલ ગાંધી સુરત આવશે અને કોર્ટમાં રાહુલ ગાંધી હાજર થાયનાં બોલ સંભળાતા…હારજ થશે.
રાહુલ ગાંધી જ્યારે સુરત કોર્ટમાં હાજરી આપવા આવી રહ્યા છે અને સરકાર દ્વારા મોટા આતંકી હુમલાની આશંકા જોવામાં આવી રહી છે , તેમા પણ દેશમાં સેલીબ્રીટી ફેમીલી તરીકે ગાંઘી પરિવારને SPG સુરક્ષા કવચ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે ત્યારે સુરત કોર્ટમાં ગુરૂવારે રાહુલ ગાંધી હાજરી સંદર્ભે કોર્ટમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઇ છે. કોર્ટના નિરીક્ષણમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો આજે જ પહોંચયો હતો અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમએ સુરત કોર્ટમાં સુરક્ષા સંદર્ભે તાપસ કરી રહી હતી. રાહુલ ગાંધીની સિક્યુરિટીને ધ્યાને રાખી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોંબ સ્કોડની ટીમ દ્વારા પણ સુરત કોર્ટમાં સુરાક્ષા મામલે તપાસ કરવામા આવી હતી.