Not Set/ રાહુલ ગાંધીની સભામાં લાગ્યા ખાલિસ્તાન ઝિંદાબાદના નારા …

બ્રિટનની બે દિવસીય યાત્રા પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છેલ્લી સભામાં ખાલિસ્તાન સમર્થકોએ ખાલિસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવ્યા હતા. જોકે, આ ઘટના રાહુલ ગાંધી કાર્યક્રમમાં પહોંચ્યા એ પહેલા થઇ હતી. એમના આવ્યા પહેલા સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ત્રણ ખાલીસ્તાની સમર્થકોને સભા બહાર હાંકી કાઢ્યા હતા. શનિવારે સાંજે ભારતીય મૂળના લોકો માટે પશ્ચિમ લંડનના રાઈસ્લીપમાં રાખવામાં […]

Top Stories India
jf4rdtq8 rahul રાહુલ ગાંધીની સભામાં લાગ્યા ખાલિસ્તાન ઝિંદાબાદના નારા ...

બ્રિટનની બે દિવસીય યાત્રા પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છેલ્લી સભામાં ખાલિસ્તાન સમર્થકોએ ખાલિસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવ્યા હતા. જોકે, આ ઘટના રાહુલ ગાંધી કાર્યક્રમમાં પહોંચ્યા એ પહેલા થઇ હતી. એમના આવ્યા પહેલા સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ત્રણ ખાલીસ્તાની સમર્થકોને સભા બહાર હાંકી કાઢ્યા હતા.

શનિવારે સાંજે ભારતીય મૂળના લોકો માટે પશ્ચિમ લંડનના રાઈસ્લીપમાં રાખવામાં આવેલી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની સભામાં આ ઘટના થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ખાલીસ્તાની સમર્થકો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 1984 શીખ વિરોધી દંગા વિષે આપવામાં આવેલા નિવેદનને લઈને નારાજ હતા, જે કારણે એમણે આ પગલું ઉઠાવ્યું હતું.

ff5hrr5 khalistan london rahul gandhi event 625x300 26 August 18 e1535287690387 રાહુલ ગાંધીની સભામાં લાગ્યા ખાલિસ્તાન ઝિંદાબાદના નારા ...

ખાલિસ્તાનના ત્રણ સમર્થકો રાહુલ ગાંધીની સભામાં ઘુસી ગયા હતા. અને એમણે ખાલિસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવ્યા હતા. જેના જવાબમાં લોકોએ કોંગ્રેસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારબાદ ત્યાં હાજર સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે સ્થિતિ સંભાળી અને ત્રણે ખાલીસ્તાની સમર્થકોને બહાર કાઢી મુક્યા હતા. જણાવાઈ રહ્યું છે કે આ સભામાં સેંકડો લોકો હાજર હતા.

rahulevent e1535287707429 રાહુલ ગાંધીની સભામાં લાગ્યા ખાલિસ્તાન ઝિંદાબાદના નારા ...

રાહુલ ગાંધીએ શુક્રવારે બ્રિટનના સાંસદો અને સ્થાનિક નેતાઓની સભામાં 1984ના શીખ વિરોધી દંગા ને બેહદ દુઃખદ ત્રાસદી કહ્યા હતા. અને કહ્યું કે કોઈની પણ વિરુદ્ધ , કોઈ પણ પ્રકારની હિંસામાં સામેલ લોકોને સજા આપવાનું 100 ટકા સમર્થન કરે છે.  પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની એમના શીખ અંગરક્ષક દ્વારા હત્યા બાદ 1984માં થયેલા દંગાઓમાં લગભગ ત્રણ હજાર શીખ માર્યા ગયા હતા. એ સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. રાહુલ ગાંધીએ આ હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો સાફ ઇન્કાર કર્યો હતો.