Not Set/ “અમારી વિરુધ રાજનૈતિક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે” : તોગડિયાને મળ્યા બાદ હાર્દિક પટેલે આપ્યું નિવેદન

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ૧૧ કલાક સુધી ગાયબ થયા બાદ મીડિયા સમક્ષ પ્રગટ થયા હતા. નાંદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા પ્રવીણ તોગડિયા મંગળવારે સવારે મીડીયાને સંબોધતા કહ્યું હતું કે, મારૂ એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેઓને હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા બાદ પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ અને રાજ્યના પૂર્વ ડીજીપી […]

Top Stories

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ૧૧ કલાક સુધી ગાયબ થયા બાદ મીડિયા સમક્ષ પ્રગટ થયા હતા. નાંદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા પ્રવીણ તોગડિયા મંગળવારે સવારે મીડીયાને સંબોધતા કહ્યું હતું કે, મારૂ એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેઓને હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા બાદ પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ અને રાજ્યના પૂર્વ ડીજીપી ડી.જી. વણઝારા પણ પ્રવીણ તોગડીયા ને મળવા માટે પહોચ્યા હતા.

હોસ્પિટલમાં પ્રવીણ તોગડિયાને મળવા માટે પહોચેલા હાર્દિક પટેલે આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. પ્રવીણ તોગડીયાને સમર્થન આપતા પાસ કન્વીનરે જણાવ્યું, પીએમ મોદી અને અમિત શાહ મળીને પ્રવીણ તોગડિયા વિરુધ ષડયંત્ર રચી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “તોગડિયા અને અમે ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે પરંતુ અમારી વિરુધ રાજનૈતિક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે”.

મહત્વનું છે કે, પ્રવીણ તોગડિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, “મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારી વિરુદ્ધ ૨૦ વર્ષ જુના કેસો કાઢવામાં આવ્યા છે. જે કેસની જાણકારી પણ મને નથી, તેવા કેસો કાઢી ડરાવવાનો ખેલ ગુજરાતથી શરૂ થયો”.