Not Set/ પ્રવીણ તોગડિયાનો સનસનીખેજ આક્ષેપ, મારૂ એન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર ઘડાયું હતું.

અમદાવાદ, વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા 11 કલાક સુધી ગાયબ થયા પછી મીડીયા સમક્ષ પ્રગટ થયા હતા. નાંદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા પ્રવીણ તોગડિયા મંગળવારે સવારે મીડીયાને સંબોધતા કહ્યું હતું કે મારૂ એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સોમવારે સવારે પોણા અગિયાર વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદની અમદાવાદની પાલડી શાખાથી પ્રવિણ તોગડિયા ગૂમ થયા […]

Top Stories

અમદાવાદ,

વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા 11 કલાક સુધી ગાયબ થયા પછી મીડીયા સમક્ષ પ્રગટ થયા હતા. નાંદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા પ્રવીણ તોગડિયા મંગળવારે સવારે મીડીયાને સંબોધતા કહ્યું હતું કે મારૂ એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સોમવારે સવારે પોણા અગિયાર વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદની અમદાવાદની પાલડી શાખાથી પ્રવિણ તોગડિયા ગૂમ થયા હતા અને 11 કલાક બાદ બેભાન હાલતમાં મળ્યા હતા. એ પછી તેમને અમદાવાદની શાહીબાગ સ્થિત ચંન્દ્રમણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રવીણ તોગડિયા આજે વ્હીલચેરમાં બેસીને પત્રકારોને સંબોધતા તેઓ રડી પડ્યા હતા. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, હું વીએચપીની ઓફિસેથી એરપોર્ટ જવા નીકળ્યો હતો. તોગડિયાએ કહ્યું કે, મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, મને ફોન આવ્યો કે મારી ધરપકડ કરવા સોલા પોલીસ સ્ટેશનથી રાજસ્થાન પોલીસનો કાફલો ગુજરાત પોલીસના સહયોગથી નીકળ્યો છે. વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પૈસાનો પર્સ લઇ રીક્ષા રોકી નજીક કાર્યકરો સાથે નીકળ્યો હતો. રસ્તામાં રાજસ્થાનના હોમ મિનિસ્ટરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું તમને પકડવા કોઇ પોલીસ આવી નથી. તે બાદ મેં બધા ફોન બંધ કરી દીધા હતા.

મીડીયાને સંબોધતા પ્રવીણ તોગડિયાએ આ પ્રમાણે કહ્યું…

જે કેસની જાણકારી પણ મને નથી, તેવા કેસો કાઢી ડરાવવાનો ખેલ ગુજરાતથી શરૂ થયો.

મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો છે.

હિંદુઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મારી વિરુદ્ધ 20 વર્ષ જુના કેસો કાઢવામાં આવ્યા.

હિન્દુ એકતા માટે પ્રયાસ કરતો રહીશ.

મને એ વ્યક્તિએ કહ્યું તમારું એન્કાઉન્ટર થશે.

હું હિન્દુ મુસ્લિમની એકતા માટે કોશિશ કરું છું.

હું એન્કાઉન્ટરથી ડરવાનો નથી.

તમામ હિન્દુ સંગઠન માટે લડતો રહીશ.

ડૉક્ટરની મંજૂરી બાદ કોર્ટમાં હાજર થઈશ.

વીએચપીની ઓફિસેથી રિક્શામાં એરપોર્ટ જવા નીકળ્યો હતો

હું સિક્યુરિટી જવાનોને જાણ કરી નીકળ્યો હતો.

મેં કોઇ અનૈતિક કામ કર્યું નથી.

મારા વિરુદ્ધ લાંબા સમયથી ષડયંત્ર ચાલી રહ્યું છે.

સમય આવ્યે બતાવીશ કોનું ષડયંત્ર છે.

ગુજરાત પોલીસથી મને કોઈ ફરિયાદ નથી.

પોલીસ રાજનીતિક દબાણમાં ન આવે.