Odisha Crorepati Engineer Raid 2026: માત્ર 6,000 રૂપિયાના માસિક પગાર પર પોતાની સરકારી નોકરીની શરૂઆત કરનાર ઓડિશાના એક એન્જિનિયરની કરોડો રૂપિયાની કાળી કમાણીનો ભાંડો ફૂટ્યો છે. કંધમાલ જિલ્લાના બલિગુડા ખાતે ‘એકીકૃત આદિજાતિ વિકાસ એજન્સી’ (ITDA) માં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બૈકુંઠ નાથ બેહેરાના ઠેકાણાઓ પર ઓડિશા વિજિલન્સ વિભાગે શુક્રવારે આયોજિત દરોડા પાડ્યા હતા. ભુવનેશ્વરના વિશેષ ન્યાયાધીશ (વિજિલન્સ) ના સર્ચ વોરંટના આધારે ભુવનેશ્વર, જાજપુર, બારીપદા અને કંધમાલ સહિત કુલ 9 સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેને તાજેતરના વર્ષોની સૌથી મોટી એન્ટી-કરપ્શન કાર્યવાહી માનવામાં આવી રહી છે.
ભુવનેશ્વર અને જાજપુરમાં 5 આલીશાન મકાનો
વિજિલન્સ વિભાગે આ દરોડા પાડવા માટે 2 એડિશનલ SP, 5 DSP અને 6 ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની ટીમ તહેનાત કરી હતી. તપાસ દરમિયાન એન્જિનિયર બૈકુંઠ નાથની કરોડોની પ્રોપર્ટી જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
તપાસમાં મળી 5 આલીશાન બહુમાળી ઇમારતો
ભુવનેશ્વર (નીલાદ્રી વિહાર): આશરે 10,500 ચોરસ ફૂટના એરિયામાં બનેલી 4 માળની ભવ્ય ઇમારત.
સેલશ્રી વિહાર: 3 માળનું આલીશાન ભવન.
પટિયા અને ચંદ્રશેખરપુર: આ બંને વિસ્તારોમાં 2-2 માળના આધુનિક મકાનો.
જાજપુર (ધર્મશાળા): પૈતૃક જમીન પર બનેલી 2 માળની બિલ્ડિંગ.
પરિવારના નામે 13 કિંમતી પ્લોટ(Odisha)
વિજિલન્સની ટીમને બેહેરા અને તેમના પરિવારના સભ્યોના નામે કુલ 13 કિંમતી પ્લોટના દસ્તાવેજો મળ્યા છે. તેમાંથી 7 પ્લોટ માત્ર ભુવનેશ્વરના પ્રાઇમ લોકેશન પર આવેલા છે, જ્યારે 5 પ્લોટ જાજપુરના ધર્મશાળામાં અને 1 પ્લોટ બારીપદામાં આવેલો છે. ભુવનેશ્વરમાં હજુ પણ વધુ જમીન હોવાની વિગતો સામે આવી રહી છે.
પત્નીના બેંક લોકરમાંથી મળી નોટો ભરેલી 5 બેગ
દરોડાની શરૂઆતમાં અધિકારીઓને અલગ-અલગ ઘરોમાંથી માત્ર 2.66 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. પરંતુ ખરી તપાસ ત્યારે શરૂ થઈ જ્યારે તપાસકર્તાઓને ભુવનેશ્વરના ચંદ્રશેખરપુર સ્થિત એક્સિસ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એન્જિનિયરની પત્નીના નામે ચાલી રહેલા 2 બેંક લોકર્સની માહિતી મળી.
જ્યારે વિજિલન્સની હાજરીમાં આ બેંક લોકર ખોલવામાં આવ્યા, ત્યારે તેમાંથી નોટો ભરેલી 5 મોટી બેગ મળી આવી હતી, જેમાં આશરે 2 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ છુપાવવામાં આવી હતી. આ નોટોની ગણતરી કરવા માટે બેંકમાંથી ખાસ કાઉન્ટિંગ મશીનો મંગાવવા પડ્યા હતા. આ ઉપરાંત લોકરમાંથી મળેલા સોનાના કિંમતી દાગીનાનું વજન અને કિંમત આંકવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
1999 માં 6 હજારના પગારથી શરૂ થઈ હતી સફર
બૈકુંઠ નાથ બેહરાએ 16 August 1999 ના રોજ જુનિયર એન્જિનિયર(Odisha) તરીકે સરકારી સેવામાં પગ મૂક્યો હતો અને ત્યારે તેમનો ફિક્સ માસિક પગાર માત્ર 6,000 રૂપિયા હતો.
31 October 2016 ના રોજ તેમને આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પ્રમોશન (Odisha) મળ્યું.
February 2026 માં જ તેમને આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવીને બલિગુડા ITDA માં મોકલવામાં આવ્યા હતા. હાલમાં તેમનો સત્તાવાર માસિક પગાર આશરે 80,000 રૂપિયા હતો.
વિજિલન્સ એસપી (SP) સુશાંત કુમાર બિસ્વાલે જણાવ્યું છે કે, આરોપી એન્જિનિયરના(Odisha) તમામ બેંક ખાતાઓ (Bank accounts) અને અન્ય બેનામી રોકાણોની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂરી થયા બાદ આવક કરતાં વધુ સંપત્તિ (Disproportionate Assets) ના કેસમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
