Not Set/ PM મોદીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને લઇને આપી જડબાતોડ પ્રતિક્રિયા, શું કહ્યુ જાણો

ભોપાલથી ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા ગાંધીજીનાં હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યા બાદ દેશમાં તેનો સખત વિરોધ થઇ રહ્યો છે. જેની સીધી અસર ભારતીય જનતા પાર્ટીને થઇ રહી હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. જો કે સાધ્વીનાં આ નિવેદન પર ભાજપે કિનારો કરતા તેનો અંગત વિચાર હોવાનું કહ્યુ છે. મહત્વની વાત એ છે […]

Top Stories India Politics

ભોપાલથી ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા ગાંધીજીનાં હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યા બાદ દેશમાં તેનો સખત વિરોધ થઇ રહ્યો છે. જેની સીધી અસર ભારતીય જનતા પાર્ટીને થઇ રહી હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. જો કે સાધ્વીનાં આ નિવેદન પર ભાજપે કિનારો કરતા તેનો અંગત વિચાર હોવાનું કહ્યુ છે. મહત્વની વાત એ છે કે આ નિવેદન પર વડાપ્રધાન મોદીએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલને આપેલા ઈંટરવ્યૂમાં કહ્યુ કે, ગાંધીજી અને ગોડસે વિશે જે નિવેદન આપવામાં આવેલ છે તે ઘણા ખરાબ અને સમાજ માટે તે ખોટા છે. જો કે તે વાત અલગ છે કે તેમણે માંફી માંગી દીધી છે. પરંતુ હુ તેમને મનથી ક્યારે માંફ નહી કરી શકુ. આપને જણાવી દઇએ કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં આ નિવેદનથી જ્યા એક તરફ દેશનાં પિતા ગાંધીજીનું અપમાન થાય છે તો બીજી તરફ લોકસભાનાં અંતિમ ચરણમાં ભાજપને મોટો ફટકો પડી શકે તેવી સંભાવનાઓ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર સાધ્વી પર આ નિવેદનને પાંછુ ખેંચવા અને માંફી માંગવા ઘણો પ્રેસર કરવામાં આવ્યો છે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદન પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા આવે તે પહેલા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે આ નિવેદનને વખોડ્યુ હતુ. અમીત શાહે ટ્વીટર મારફતે કહ્યુ કે, ‘વિગત 2 દિવસમાં શ્રી અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને નલીન કટીલનાં જે નિવેદન આવ્યા છે તે તેમના અંગત છે, આ નિવેદનથી ભારતીય જનતા પાર્ટીને કોઇ સંબંધ નથી.’

અમીત શાહે આ મુદ્દે એક પછી એક ટ્વીટ કર્યા હતા. જેમા તેમણે લખ્યુ કે, ‘આ લોકોએ પોતાના નિવેદન પાછા ખેચ્યા છે અને માંફી પણ માંગી છે. તે છતા સાર્વજનિક જીવન તથા ભાજપની પાર્ટીની ગરિમા અને વિચારધારાની વિપરીત આ નિવેદનોને પાર્ટીએ ગંભીરતાથી લઇ ત્રણેય નિવેદનોને શિસ્ત સમિતિએ મોકલવાનો નિર્ણય કર્યો છે.’