Not Set/ ૨૦૧૬માં લાગુ કરાયેલા RERA બીલ બાદ રહેણાંક મકાનોના ભાવમાં નોધાયો ૩ ટકા જેટલો ઘટાડો

૨૦૧૬માં લાગુ કરવામાં આવેલા રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા), નોટબંધી અને એકસમાન ટેક્સ (જીએસટી)ના કારણે દેશમાં મકાનોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નાઈટફ્રેંક ઇન્ડિયા રીયલ એસ્ટેટના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, દેશના શહેરોમાં રહેણાંક મકાનોના ભાવમાં સરેરાશ ૩ ટકા જેટલો ઘટાડો થયો છે. તેમજ શહેરોમાં વેચાણ ઘટતા રહેણાંક મકાનોના નવા પ્રોજેક્ટ પણ ઘટ્યા છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ, મકાનોના ભાવમાં […]

India

૨૦૧૬માં લાગુ કરવામાં આવેલા રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા), નોટબંધી અને એકસમાન ટેક્સ (જીએસટી)ના કારણે દેશમાં મકાનોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નાઈટફ્રેંક ઇન્ડિયા રીયલ એસ્ટેટના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, દેશના શહેરોમાં રહેણાંક મકાનોના ભાવમાં સરેરાશ ૩ ટકા જેટલો ઘટાડો થયો છે. તેમજ શહેરોમાં વેચાણ ઘટતા રહેણાંક મકાનોના નવા પ્રોજેક્ટ પણ ઘટ્યા છે.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ, મકાનોના ભાવમાં સૌથી વધુ ૭ ટકા ઘટાડો પૂણેમાં નોધાયો છે. જ્યારે મુંબઈમાં પાંચ ટકા જેટલો અને દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ૬ વર્ષથી મકાનોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત  બેંગ્લુરુમાં ૨૬ ટકા અને ચેન્નાઈમાં ૨૦ ટકા જેટલા ભાવ ઘટ્યા છે. ગત વર્ષ ૨૦૧૭માં મકાનોના ભાવમાં સરેરાશ ૨ ટકા જેટલો ઘટાડો થયો હતો. આ પાછળનુ મુખ્ય કારણ રહેણાંક મકાનોની માંગમાં આવેલો ઘટાડો મનાઈ રહ્યુ છે. બીજી બાજુ મુંબઈ અને પૂણે જેવા કેટલાક શહેરોમાં મકાનોના વેચાણમાં વધારો પણ થયો છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે, મહારાષ્ટ્રમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા) યોગ્ય રીતે લાગુ થયો ન હોવાથી મુંબઈમાં મકાનોના વેચાણમાં ૩ ટકા અને પૂણેમાં ૫ ટકાનો વધારો થયો છે. જયારે બાકીના શહેરોમાં વેચાણ ઘટતા રહેણાંક મકાનોના નવા પ્રોજેક્ટ પણ ઘટ્યા છે. ગત વર્ષે દિલ્હી એનસીઆરમાં નવા પ્રોજેક્ટમાં ૫૬ ટકા અને બેંગ્લુરુમાં ૪૧ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેના કારણે રીયલ એસ્ટેટ સેકટર પર ભારે દબાણ સર્જાઈ રહ્યુ છે. રીપોર્ટ મુજબ, દિલ્હી- એનસીઆરમાં ગત વર્ષે માત્ર ૩૭૬૫૩ મકાનો વેચાયા છે. તેમજ રીયલ એસ્ટેટના નવા પ્રોજેક્ટમાં સસ્તા મકાનોની ભાગીદારી પણ ખૂબ જ ઝડપી વધી રહી છે. ૨૦૧૬માં નવા પ્રોજેક્ટોમાં સસ્તા ઘરોની ભાગીદારી ૫૩ ટકા હતી. જે ૨૦૧૭માં વધીને ૮૩ ટકા થઈ ગઈ છે.