Not Set/ BJP સાંસદની નીતિશ કુમારને અપીલ, દારૂબંદીમાં કરે સંશોધન

બિહાર વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ એનડીએ રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ અગાઉ ઝારખંડનાં ગોડ્ડાથી ભાજપનાં સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટ કરીને દારૂનાં પ્રતિબંધમાં ફેરફારને લઇને સલાહ આપી છે. સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટ કરી કહ્યુ, બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારને આગ્રહ છે કે દારૂબંધીમાં કોઇ સંશોધન કરે, કારણ કે જેમને પીવી કે પીવડાવી છે તેઓ […]

Top Stories India

બિહાર વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ એનડીએ રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ અગાઉ ઝારખંડનાં ગોડ્ડાથી ભાજપનાં સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટ કરીને દારૂનાં પ્રતિબંધમાં ફેરફારને લઇને સલાહ આપી છે. સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટ કરી કહ્યુ, બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારને આગ્રહ છે કે દારૂબંધીમાં કોઇ સંશોધન કરે, કારણ કે જેમને પીવી કે પીવડાવી છે તેઓ નેપાળ, બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો માર્ગ અપનાવે છે, આનાથી મહેસૂલનું નુકસાન થાય છે, હોટલ ઉદ્યોગ પ્રભાવિત થાય છે અને પોલીસ, આબકારી ભ્રષ્ટાચારમાં વૃદ્ધિ થાય છે.’

જણાવી દઈએ કે, સાંસદ નિશિકાંત દુબેનાં ટ્વીટ બાદ જેડીયુનાં પ્રવક્તાએ નિશિકાંતને શાંત રહેવાનું કહ્યું છે. જેડીયુનાં પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે, નિશિકાંત દુબેએ આ પ્રકારની વાત કરવાનું ટાળવું જોઈએ. રાજીવ રંજન પ્રસાદે કહ્યું, ‘નિશીકાંત દુબે જીએ દારૂબંધીનાં પ્રતિબંધમાં સુધારા અંગે સીએમ નીતિશકુમારને વિનંતી કરી છે. હું કહેવા માંગુ છું કે આ એક નિર્ણય છે જેણે બિહારની અડધી વસ્તીનાં ચહેરા પર ન માત્ર એક સ્મિત લાવ્યું છે, પણ સામાજિક બંધારણમાં પણ તેમની શ્રેષ્ઠતા સ્થાપિત કરી છે. તેમજ રાજીવ રંજને કહ્યું હતું કે, માર્ગ અકસ્માત ઓછા થયા છે, મહિલા સતામણીનાં કેસો ઓછા થયા છે. તેથી, એનડીએનાં કોઈપણ નેતાઓએ આવા નિવેદન આપવાનું ટાળવું જોઈએ.’

અહીં તમને જણાવી દઈએ કે, બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આરજેડી અને એલજેપીએ આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો હતો કે નીતિશ કુમારની દારૂબંધી જમીન પર નિષ્ફળ ગઈ છે. સમગ્ર બિહારમાં ગુપ્ત રીતે દારૂનું વેચાણ ચાલુ છે. આવા ઘણા વીડિયો સામે આવ્યા હતા જેમાં લોકો ખુલ્લેઆમ કહેતા હતા કે બિહારમાં દારૂ સરળતાથી મળી રહે છે, બસ તેની કિંમત વધારે ચૂકવવી પડી રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનું પરિવર્તન પત્ર 2020 રજૂ કર્યું હતું, જેમાં દારૂનાં પ્રતિબંધ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહ્યું હતું કે કોંગ્રેસ નીતીશ સરકારનાં દારૂબંધી કાયદાની સમીક્ષા કરશે. જાણવા મળી રહ્યું છે કે, આ વખતે બિહાર ચૂંટણીમાં ભાજપને 74 અને જેડીયુને 43 બેઠકો મળી છે, જે પછી સરકારમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળે તેવી આશંકા છે.