Not Set/ આરોપીઓને ફાંસી મળે તેવા સરકારનાં પ્રયાસ છે : ગૃહમંત્રી જાડેજા

દેશ સહિત ગુજરાત મહિલાઓ અને ખાસ કરીને સગીરાઓ અને બાળકીઓ પર થઇ રહેલા આત્યાચાર અને દુષ્કર્મ જેવા સંગીન ગુનાનાં વધતા જતા કિસ્સાને કારણે શર્મસાર છે. ગુજરાતને લાંછન લગાડતી ઉપરા છાપરી દુષ્કર્મની ઘટનાથી પ્રજા સહિત રાજા(સરકાર) પણ હતપ્રભ છે. લોકોમાં આવા નરાધમો પ્રત્યા ભારે ખુન્નસ જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે દુષ્કર્મ મામલે સંસદમાં […]

Top Stories Gujarat

દેશ સહિત ગુજરાત મહિલાઓ અને ખાસ કરીને સગીરાઓ અને બાળકીઓ પર થઇ રહેલા આત્યાચાર અને દુષ્કર્મ જેવા સંગીન ગુનાનાં વધતા જતા કિસ્સાને કારણે શર્મસાર છે. ગુજરાતને લાંછન લગાડતી ઉપરા છાપરી દુષ્કર્મની ઘટનાથી પ્રજા સહિત રાજા(સરકાર) પણ હતપ્રભ છે. લોકોમાં આવા નરાધમો પ્રત્યા ભારે ખુન્નસ જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે દુષ્કર્મ મામલે સંસદમાં પણ હંગામો જોવા મળ્યો હતો અને પીઢ નેતા જયા બચ્ચન દ્વારા આવા અપરાધીને ફાંસી નહીં પણ લોકોને સોંપી દેવા લગીની માંગ કરી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી ગઇ છે.

હાલ રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઈ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગાંધીનગરમાં ગૃહમંત્રી પ્રદિપસિંહે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટ, વડોદરા અને સુરતમાં બની દુષ્કર્મની ઘટનાઓ બાદ ગૃહ વિભાગે રેન્જ આઇજીઓને સૂચનાઓ આપવાની સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પણ સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની માગ કરશે. તેમજ પીડિતાઓને ન્યાય અપાવવા માટે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.