Ahmedabad News/ AMCના 180 કરોડના વ્હાઇટ ટોપિંગ રોડ પ્રોજેક્ટનો ધજાગરો થયો

અમદાવાદ શહેરના મહત્વાકાંક્ષી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગુરુકુલ ખાતેનો પહેલો વ્હાઇટ-ટોપિંગ રોડ પ્રોજેક્ટ, જે લાંબા સમય સુધી ચાલતા, ખાડા-મુક્ત રસ્તાઓ માટેના ઉકેલ તરીકે ઓળખાતો હતો, તે હવે ગંભીર વાસ્તવિકતાનો સામનો કરી રહ્યો છે.

Gujarat Ahmedabad Breaking News

અમદાવાદ: અમદાવાદ શહેરના મહત્વાકાંક્ષી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો ગુરુકુલ ખાતેનો પહેલો વ્હાઇટ-ટોપિંગ રોડ પ્રોજેક્ટ, જે લાંબા સમય સુધી ચાલતા, ખાડા-મુક્ત રસ્તાઓ માટેના ઉકેલ તરીકે ઓળખાતો હતો, તે હવે ગંભીર વાસ્તવિકતાનો સામનો કરી રહ્યો છે. પાણી પુરવઠાની લાઈનો અને રસ્તાની સપાટી નીચે ગટરની લાઈનોમાં લીકેજની શ્રેણીને કારણે આ વ્હાઇટ ટોપિંગવાળો માર્ગ સતત આઠમી વખત ખોદવામાં આવી રહ્યો છે, જેના કારણે જાહેર નાણાંનો ભારે બગાડ થઈ રહ્યો છે.

AMCએ રૂ. 180 કરોડના ખર્ચે સમગ્ર શહેરમાં 96 વ્હાઇટ-ટોપિંગ રોડની યોજનાને મંજૂરી આપી હતી. શહેરના પશ્ચિમ ભાગોમાં, વ્હાઇટ-ટોપિંગ પ્રોજેક્ટ માટે 33 કિમીના 43 રસ્તાઓ પસંદ કરવામાં આવ્યા છે. AMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પાણી લીક થવાને કારણે અને અતિક્રમણ દૂર કરવાના નામે પાછલા વર્ષમાં ઓછામાં ઓછા ચાર વખત રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે.”

ઑગસ્ટ 2022માં, AMCની સ્થાયી સમિતિએ પ્રાયોગિક વ્હાઇટ ટોપિંગ માટે ત્રણ રસ્તા પસંદ કર્યા: ગુરુકુલથી તીર્થનગર સોસાયટી સુધીનો માર્ગ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને મહારાજા અગ્રસેન સ્કૂલમાંથી પસાર થતો; ઉત્તર ઝોનમાં ત્રિકમલાલ ક્રોસરોડ્સથી સુહાન ક્રોસરોડ્સ તરફનો વિસ્તાર; અને ઇસનપુર વોર્ડમાં આલોક સોસાયટીથી સિદ્ધિ બંગલા સુધીનો ટીપી રોડ પસંદ કરાયા હતા. આ રસ્તાઓ, દરેક 5 થી 5.5 કિમીના છે, જેનું વ્હાઇટ ટોપિંગ બજેટ રૂ. 20.39 કરોડ હતું.

ગુરુકુલ રોડ પ્રોજેકટ એક વર્ષમાં પૂર્ણ થયા બાદ AMCને વારંવાર રોડ ખોદવાની ફરજ પડી હતી. “જૂન 2023માં, તેને જાહેર ઉપયોગ માટે ખોલ્યાના એક મહિના પછી નવી જોડાયેલ પાણીની લાઈનોમાં લીક થવાને કારણે 30 મીટરનો પટ ખોદવામાં આવ્યો હતો.

વધારાની લિંક અને ખાડાઓને દૂર કરવા માટે ડિસેમ્બર 2023 સુધીમાં ઓછામાં ઓછા ત્રણ વખત વધુ ખોદકામ કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2024 માં ખોદકામનો બીજો રાઉન્ડ જોવા મળ્યો, અને હવે, ગટર લાઇનની સમસ્યા માટે માર્ગ ફરીથી સમારકામ હેઠળ છે,” AMCના વરિષ્ઠ અધિકારીએ સ્વીકાર્યું. નવા વાડજની સ્વસ્તિક સ્કૂલની જેમ અન્ય વ્હાઇટ-ટોપિંગ પ્રોજેક્ટ્સમાં પણ સ્થાનિક રહેવાસીઓ અસમાન રસ્તાની ફરિયાદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત