અફઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાન સૈનિકો એક પછી એક શહેરો પર કબ્ઝો કરી રહ્યા છે, ત્યાર બાદ અહીં ફસાયેલા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તાલિબાન સૈનિકો હવે કાબુલમાં ઘુસી ગયા છે. કાબુલ એરપોર્ટ નજીક આજે સવારે ફાયરિંગનાં સમાચાર પણ મળ્યા છે.

આ પણ વાંચો – મહત્વના સમાચાર / કેરળમાં કોરોનાના વધતા જતા કેસો ને લઈને , આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યની મુલાકાતે
તાલિબાન સૈનિકો કાબુલ પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે. કાબુલ એરપોર્ટ પર પહોંચવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. માત્ર એરપોર્ટની બહાર જ નહીં પણ એરપોર્ટની અંદર પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વિમાનમાં બેસવા માટે લોકો વચ્ચે ઝપાઝપી થઈ છે. કાબુલ એરપોર્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે વિમાનમાં પ્રવેશવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.
https://twitter.com/NicolaCareem/status/1427122975971561475?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1427122975971561475%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.oneindia.com%2Fnews%2Finternational%2Fhuge-crowd-at-kabul-airport-people-outnumbered-to-board-the-flight-video-goes-viral-633875.html
આ પણ વાંચો – સત્તાનું સુકાન / તાલિબાન તરફથી કોણ કરશે અફઘાનિસ્તાનનું નેતૃત્વ,હૈબતુલ્લા અખુંદઝાદા કે મુલ્લા બરાદાર?
પેસેન્જર ટ્રેનમાં જે રીતે મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે, તેવી જ રીતે વિમાનમાં પ્રવેશવા માટે લોકોની એક મોટી ભીડ એકબીજા પર તૂટી પડી છે. એરપોર્ટ પર જે રીતે લોકોની બેકાબૂ ભીડ જોવા મળી રહી છે તેને જોતા કાબુલનાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોકોને એરપોર્ટ પર ભીડ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે જ કાબુલમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે ભારત તરફથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકારે એર ઈન્ડિયાને ઇમરજન્સીની સ્થિતિમાં કાબુલથી લોકોને લાવવા માટે બે વિમાનોને સ્ટેન્ડબાય રાખવા જણાવ્યું છે. એર ઈન્ડિયા દ્વારા ઈમરજન્સી કામગીરી માટે ક્રૂ મેમ્બરની ટીમ તૈયાર કરવામાં આવી છે. એર ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનનું એરસ્પેસ બંધ થવાના કારણે અહીં ફ્લાઇટ ઓપરેટ થઇ શકતી નથી.

આ પણ વાંચો – આતંકનો ઓછાયો / તાલિબાનનાં કબ્ઝા બાદ અસંખ્ય લોકો કાબુલ એરપોર્ટ પર ધસી આવ્યા, જોવા મળ્યા ભયાવહ દ્રશ્યો
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા હજારો ભારતીઓની ચિંતા વધી ગઇ છે. સોમવારે કાબુલ એરપોર્ટ પર દેશ છોડવા માટે લોકોની ભારે ભીડ હતી અને આ દરમિયાન ગભરાહટનું વાતાવરણ સર્જાયું હતું. આ દરમિયાન ફાયરિંગનાં પણ સમાચાર મળ્યા છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયા છે. આ ઘટનાઓને પગલે કાબુલથી કોમર્શિયલ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. આ કારણે ભારતથી કાબુલ જતી અને આવતી ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન છોડવાની આશા રાખતા હજારો ભારતીઓને આંચકો લાગ્યો છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ સોમવારે રાત્રે 12:30 વાગ્યે દિલ્હીથી કાબુલ જવાની હતી, જે રદ કરવામાં આવી છે.
