Vaccine/ આજે કોરોના વેક્સિનની ગુજરાતમાં થશે એન્ટ્રી, આ રીતે પહોચાડશે સ્ટોરેજ સેન્ટર

આજે કોરોના વેક્સિનની ગુજરાતમાં થશે એન્ટ્રી, આ રીતે પહોચાડશે સ્ટોરેજ સેન્ટર

Top Stories Gujarat
covid 17 આજે કોરોના વેક્સિનની ગુજરાતમાં થશે એન્ટ્રી, આ રીતે પહોચાડશે સ્ટોરેજ સેન્ટર

વિશ્વ આખું આજે કાગ ડોલે કોરોના વેકસીનની રાહ જોઇને બેઠું છે. ત્યારે હવે ભારતમાં આગામી ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની જનતા માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્યમાં આજ રોજ સાંજે 5 વાગે અમદાવાદ એરપોર્ટ પર વેકસીનનું આગમન થશે. એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે વેક્સિનને લઈ જવાશે. ગ્રીનકોરીડર કરી ગાંધીનગર ખાતે લઈ જવાશે. આખા રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. SP, DYSP, PI, PSI, સહિતના પોલીસકર્મી તૈનાત રહેશે.

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવિસીનને મંજૂરી આપવામાં આવી છે. જે બાદ 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તમામ રાજ્યો આ મોટા રસીકરણ અભિયાનની તૈયારી કરી રહ્યા છે.પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી અપાવવાની યોજના છે. આ રસી આરોગ્ય કર્મચારીઓ તેમજ પોલીસકર્મીઓ, શિક્ષણવિદો અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાગુ કરવામાં આવશે. શનિવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ભારત સરકારે બે દેશી કોરોના રસીને મંજૂરી આપી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…