Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 મનપામાં કુલ 919 ફોર્મ ભરાયા, જાણો ક્યાં કેટલા ફોર્મ ભરાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાવા જઇ રહી છે. તમામ મુખ્ય પક્ષો દ્વારા પોતા પોતાનાં ઉમેદવારોની મહાનગરો અને પાલિકાની યાદી જાહેર કરી દેવામાં આવી છે.

Top Stories Gujarat Others
bjp AAP congress 1 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 મનપામાં કુલ 919 ફોર્મ ભરાયા, જાણો ક્યાં કેટલા ફોર્મ ભરાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાવા જઇ રહી છે. તમામ મુખ્ય પક્ષો દ્વારા પોતા પોતાનાં ઉમેદવારોની મહાનગરો અને પાલિકાની યાદી જાહેર કરી દેવામાં આવી છે. યાદી જાહેર કરતાની સાથે જ કોંગ્રેસ અને ભાજપ બનેંમાં નારાજગી અને ખેંચતાણનો જબરદસ્ત દોર પણ જોવામાં આવ્યો અને બને પક્ષોમાં ઠેરઠેર વિરોધના શુરો રેલાવાનું શરુ થઇ ગયું. કોંગ્રેસમાં તો જતા હોય તો ભલે જાયની હાલની નીતિને કારણે ઠીક છે, પરંતુ ભાજપમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે જે તે વિસ્તારોના ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને મેદાનમાં આવવું પડ્યું. તમામ બઘડાટી વચ્ચે આજે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો દ્રારા ફોર્મ પણ ભરવામાં આવ્યા. જો કે અનેક જગ્યાએ ભાજપે પરંપરા તોડી અને વિજય મુહરત ચૂકાઇ ગયું, છતા આજના દિવસે તમામ પક્ષોનાં 919 ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવવામા આવી છે.

congress bjp mahila સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 મનપામાં કુલ 919 ફોર્મ ભરાયા, જાણો ક્યાં કેટલા ફોર્મ ભરાયા

અમદાવાદ / ભાજપમાં ડેમેજ કંટ્રોલ કવાયત પૂર જોશમાં, પણ નારાજગીનું પુર રોકાશે ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શુક્રવારે 6 મનપાનાં કુલ 919 ફોર્મ ભરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદના 48 વોર્ડમાંથી 303 ઉમેદવારે ફોર્મ ભરાયા છે. ભાવનગરના 13 વોર્ડમાંથી 143 ઉમેદવારે ફોર્મ ભરાયા છે. જામનગરના 16 વોર્ડમાં થી 87 ઉમેદવારે ફોર્મ ભરાયા છે. રાજકોટના 18 વોર્ડમાંથી 189 ઉમેદવારે ફોર્મ ભરાયા છે. સુરતના 30 વોર્ડમાંથી 131 ઉમેદવારે ફોર્મ ભરાયા છે.વડોદરાના 19 વોર્ડમાંથી 66 ઉમેદવારે ફોર્મ ભરાયા છે.

અબડાસા 12 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 મનપામાં કુલ 919 ફોર્મ ભરાયા, જાણો ક્યાં કેટલા ફોર્મ ભરાયા

BJP / કેમ વિજય મુહૂર્તમાં ફોર્મ ન ભરી શક્યા ભાજપનાં ઉમેદવાર ? શું બળવાની ચિંતામાં વિજય મુહૂર્ત ન સચવાયું?

ભાજપ અને કોંગ્રેસના બાકી રહેલા તમામ ઉમેદવારો આવતી કાલે ફોર્મ ભરશે. ઉલ્લેખનીય છે કે, સુરત ભાજપમાંથી આજે વિજય મુહરતનાં ગણ્યા ગાંઠ્યા ફોર્મ જ ભરી શકાયા હતા. પેપર વર્ક બાકી રહી ગયાના કારણે સુરત ભાજપના અનેક ઉમાદવારો સહિત અમદાવાદ અને બીજી મહાનગરપાલિકાનાં ભાજપના ઉમેદવારો વિજ્ય મુહરત ચૂકી ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…