ગુજરાત પ્રાદેશ ભાજપ દ્વારા તમામ મહાનગરોનાં મુરતીયાઓ જાહેર કરી દેવામાં આવ્યા. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જાહેર કરલા ઉમેદવારોના ચયન માટેનાં 3 નિર્ણયોએ ગુજરાતભરમાં ભાજપમાં ભારે રાજકીય કકડાય આદર્યો. અનેક નેતા નારાજ થયા અનેક નેતાઓ કેન્દ્રીય સ્તરે પણ પહોંચ્યા અને અનેક નેતાઓ નારાજગી સાથે વિદાય પણ થયા. નારાજગી એટલી હદે જોવામાં આવી કે કોઇએ કોંગ્રેસ તો કોઇએ આમ આદમીની વાટ પકડી, એક દબંગ નેતાએ તો જાહેરમાં એમ પણ કહી દીઘુ કે ભાજપ કઇ એક જ પક્ષ છે તેવુ નથી. શિસ્તનાં પર્યાયી ગણાતા ભાજપમાં ઉમેદવારી યાદી બાદ જ્વાળામુખી ફાટ્યો હોય તેવી રીતે નેતાઓ આડા ફાડ્યા અને શિસ્તના ધચીંયા ઉડ્યા.
ગુજરાતનાં તામામ મહાનગરોમાં ભાજપમાં જો કે, કકડાટ જોવામાં આવ્યો અને કકડાટ પણ એટલી હદે કે મવળી મંડળે પીઢ નેતા તેમજ ધારાસભ્યોને જે તે વિસ્તારમાં ડેમેજ કંટ્રોલનાં કામે લગાવવા પડ્યા. જો કે, ભાજપ એ વાત પણ સ્વાભાવીક છે કે જે પક્ષમાં જીતની સંભાવના સૌથી વધુ હોય ત્યાં ઉમેદવારીની ઇચ્છા પણ સૌથી વધુ હોય અને તમામને ન્યાય આપતા ટિકિટ તો ન જ આપી શકાય. નારાજગીની ખાસ વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં, અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓનો જમાવડો જોવામાં આવ્યો. નવા વાડજ અને નારણપુરામાં વિરોધના શુર રેલાયા. બન્ને વોર્ડમાંથી કાર્યકર્તાઓનું ટોળું અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યું. સામે નારણપુરા વોર્ડમાંથી બ્રાહ્મણ, જૈનને ટિકિટ આપવા માંગ પણ કરવામાં આવી અને કાર્યકર્તાઓ દ્વારા નવા વાડજમાં OBCના સ્થાને જનરલને ટિકિટ આપવા માંગ કરવામાં આવી.
કકડાટને ખાડવા ભાજપમાં ડેમેજ કંટ્રોલ કવાયત શરૂ કરવામાં આવી અને વટવાનાં ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાનપુર કાર્યાલયમાં બેઠક કરી. ભાજપ અમદાવાદ શહેર પ્રભારી આઇ.કે.જાડેજા અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ સાથે ચર્ચા પણ કરી. આપને જણાવી દઇએ કે, ભાજપનાં ખાનપુર કાર્યાલય પર સવારથી રજૂઆતનો દોર શરુ થઇ ગયો હતો અને નવા વાડજ, નારણપુરા, સાબરમતી, ચાંદખેડા સહિતનાં વોર્ડમાં વિરોધ ઉઠયો હતો. સાબરમતી, ચાંદખેડા વોર્ડમાં તો મહિલા ઉમેદવાર સામે વિરોધ નોંધાવવા માટે બંને વોર્ડની મહિલા કાર્યકર્તા રજૂઆત કરવા ભાજપ કાર્યાલયે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, કકડાટનાં શોરબકોરમાં અને ડેમેજ કંટ્રોલ મેનેજમેન્ટની વ્યસ્થતામાં ભાજપ ઇતિહાસમાં પહેલી વખત અમદાવાદમાં વિજય મુર્હૂત ચુકયું અને વર્ષોની પરંપરા પણ તુટી ગઇ. અનેક ઉમેદવારો 12.39 નું વિજય મુર્હૂત ન સાચવી શકયા અને બપોર સુધી ફોર્મ ન ભર્યા. ખાનપુર કાર્યાલયે ટિકિટવંચિતોનાં વિરોધનાં સૂર વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવા ગૃહમંત્રી પ્રદિપસિંહ દોડયા અને અંતે સ્થિતિ નોર્મલ થઇ ગઇ હોવાનો પ્રદિપસિંહ જાડેજા દ્વારા દાવો કરી તમામને આસ્વસ્થ કરવામાં આવ્યા. આમ અમદાવાદ ભાજપમાં બળવો ના થાય તે માટે નેતા કામે લાગ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
