Rajasthan/ એકવાર ફરી ગુર્જર આરક્ષણને લઇને વિરોધ પ્રદર્શન શરૂ, ઇન્ટરનેટની સુવિધા કરાઇ બંધ

ગુર્જર વિરોધને ધ્યાનમાં રાખીને સોમવારે સાંજે 5 વાગ્યાથી કોટપૂતલી, પટવા, શાહપુરા, વિરાટનગર, જમવા રામગઢ, માધોરાજપુરા, દૂદૂ અને મોઝામાબાદમાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ગુર્જર સમાજનાં લોકોએ સોમવારે નોકરી અને શિક્ષણમાં અનામતની માંગણી કરતા ‘સૌથી પછાત વર્ગ’ (એમબીસી) સમુદાય તરીકે તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. ગુર્જર નેતા કિરોડીસિંહ બેંસલાએ જણાવ્યું હતું કે, […]

Top Stories India

ગુર્જર વિરોધને ધ્યાનમાં રાખીને સોમવારે સાંજે 5 વાગ્યાથી કોટપૂતલી, પટવા, શાહપુરા, વિરાટનગર, જમવા રામગઢ, માધોરાજપુરા, દૂદૂ અને મોઝામાબાદમાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ગુર્જર સમાજનાં લોકોએ સોમવારે નોકરી અને શિક્ષણમાં અનામતની માંગણી કરતા ‘સૌથી પછાત વર્ગ’ (એમબીસી) સમુદાય તરીકે તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો.

Come and talk: Gehlot government's message to Gurjars agitating for quota- The New Indian Express

ગુર્જર નેતા કિરોડીસિંહ બેંસલાએ જણાવ્યું હતું કે, તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, બેંસલાએ કહ્યું કે, “જ્યાં સુધી અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું. સરકારે અમારી માંગણીઓ વહેલી તકે સ્વીકારી લેવી જોઈએ.” બેંસલાએ કહ્યું કે, સમુદાય એક છે અને જે કહેતા હતા કે તે બે જૂથોમાં વહેંચાયેલુ છે તે ખોટું છે. તેમણે કહ્યું, “આ આંદોલન દ્વારા, સ્પષ્ટ થઈ ગયું છે કે અમારો સમુદાય વિભાજીત નથી અને જે લોકો એમ કહેતા હતા કે આ સમુદાયને બે જૂથોમાં વહેંચવામાં આવ્યો છે તે ખોટું છે. હું અમારા સમુદાયને સંદેશ આપવા માંગુ છું કે, આપણે આપણા અધિકાર માટે સાથે મળીને લડવું જોઈએ.”

Gurjar agitation: Indian Railways diverts trains amidst protest in Rajasthan. Check details

રાજસ્થાન સરકારે 26 ઓક્ટોબર, 2018 નાં રોજ એક ખરડો પસાર કર્યો, જેમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) ક્વોટા 21 ટકાથી વધારીને 26 ટકા કરી દીધો છે. ડિસેમ્બર 2018 માં, રાજસ્થાન સરકારે ગુર્જર અને ચાર અન્ય પછાત જાતિઓ (ઓબીસી) માટે એક ટકા અનામતને પણ મંજૂરી આપી હતી. ઓબીસી અનામત ઉપરાંત, આ સમુદાયોને સૌથી પછાત વર્ગો માટે 50 ટકા અનામતની કાનૂની મર્યાદા હેઠળ એક ટકા અલગ આરક્ષણ મળી રહ્યું છે.

પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડનાં મંત્રીમંડળમાં જોડાનાર પ્રથમ ભારતીય

શહેરની તુલનામાં ગામડાઓમાં મોટી સંખ્યામાં થઇ રહ્યુ છે મતદાન

WhatsApp લઇને આવ્યુ છે એક ખાસ ફીચર, હવે કોઇપણ મેસેજ…