અમદાવાદ
અમદાવાદની જાણીતી એવી વીએસ હોસ્પિટલમાં ‘ચા કરતા કિટલી વધારે ગરમ’ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડ ખુલ્લી દાદાગીરી કરી રહ્યાં છે. સિકયુરિટી ગાર્ડની દાદાગીરી એ હદે વધી હતી કે તેઓ મીડિયાકર્મીઓને પણ મીડિયા કર્મીઓને ડૉક્ટરોને મળતા અટકાવ્યા હતા.તેમજ કવરેજ કરતા અટકાવ્યા હતાં.
સાદી વર્દીમાં આ સિકયુરિટી ગાર્ડ્સ મીડિયાકર્મીઓ સાથે તદ્દન ઉદ્ઘતાઈ ભર્યું વર્તન પણ કર્યું હતું. શહેરની વીએસ હોસ્પિટલમાં સુરક્ષાના નામે સિકયુરિટી ગાર્ડ તેમનો આગવો જ રોફ જમાવી રહ્યાં હોવાનું સામે આવ્યું હતુ.
મીડિયાકર્મીઓ કવરેજ માટે આવ્યા હોવાની જાણ કરવામાં આવી હોવા છતાંયે સિકયુરિટી ગાર્ડ દાદાગીરી પર ઉતરી આવ્યાં હતાં. કોઈ પણ જાતના યુનિફોર્મ વગર જ ફરજ બજાવી રહેલા સિકયુરિટી ગાર્ડ મીડિયાકર્મીઓ સાથે રીતસરના દાદાગીરી પર ઉતરી આવ્યાં હતાં.
સિકયુરિટી ગાર્ડ દાદાગીરી કરીને શું સાબિત કરવા માગે છે તે સવાલ ઉભા થાય છે. બીજો સવાલ એ પણ છે કે લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા સાથે પણ જો સિકયુરિટી ગાર્ડ આ પ્રકારની દાદાગીરી કરતા હોય તો પછી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓની શું હાલત થતી હશે તે સમજી શકાય છે. સવાલ એ પણ છે કે મીડિયાકર્મીઓને હોસ્પિટલમાં ના પ્રવેશવા દેવા પાછળનો આશય શું છે?