Congress Manifesto/ BJPના ‘ઈન્ડિયા શાઈનિંગ’ સ્લોગન સામે કોંગ્રેસના ‘ન્યાય યાત્રાના 5 સ્તંભો’ મેનફિસ્ટોની  ઘોષણા

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં અમે કોંગ્રેસના મેનિફેસ્ટો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. મલ્લિકાજુર્ન ખડગેએ પોતાના x હેન્ડલ પર ટ્વીટ કર્યું કે અમે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં મેનફિસ્ટો પર વિશેષ ચર્ચા કરી.

Top Stories India
Beginners guide to 56 1 BJPના 'ઈન્ડિયા શાઈનિંગ' સ્લોગન સામે કોંગ્રેસના 'ન્યાય યાત્રાના 5 સ્તંભો' મેનફિસ્ટોની  ઘોષણા

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં અમે કોંગ્રેસના મેનિફેસ્ટો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. મલ્લિકાજુર્ન ખડગેએ પોતાના x હેન્ડલ પર ટ્વીટ કર્યું કે અમે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં મેનફિસ્ટો પર વિશેષ ચર્ચા કરી. જેના બાદ ભારતમાં ન્યાય માટેના મુખ્ય 5 સ્તંભો પર વધુ ભાર મૂક્યો. ભારત જોડો ન્યાય યાત્રાના 5 સ્તંભો – ખેડૂત ન્યાય, યુવા ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને હિસ્સેદારી ન્યાય દરેકમાં 5 ગેરંટી છે. ન્યાયના દરેક સ્તંભ હેઠળ 5 ગેરંટી મુજબ કોંગ્રેસ પાર્ટીએ કુલ 25 ગેરંટી આપી છે. 1926 થી, કોંગ્રેસના મેનિફેસ્ટોને દેશના રાજકીય ઇતિહાસમાં “વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનો દસ્તાવેજ” ગણવામાં આવે છે.

દેશ પરિવર્તન ઈચ્છે છે. વર્તમાન મોદી સરકારની બાંયધરી એ જ ભાવિને મળવા જઈ રહી છે જે 2004માં બીજેપીના ‘ઈન્ડિયા શાઈનિંગ’ સ્લોગન હતી. આ માટે દરેક ગામ અને શહેરમાં કાર્યકરોએ ઉભા રહેવું પડશે. તમારો મેનિફેસ્ટો દરેક ઘરે પહોંચાડવાનો રહેશે. મહત્વનું છે કે 16મી જૂન, 2024માં લોકસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે. જેને ધ્યાનમાં રાખી લોકસભા ચૂંટણી 19 એપ્રિલે શરૂ થશે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે અને તમામ રાજ્યોની મતગણતરી 4 જૂને થશે. ભાજપે આ વખતે ‘ઈન્ડિયા શાઈનિંગ’ નું સ્લોગન ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જ્યારે તેની સામે કોંગ્રેસ ન્યાયના સ્તંભોને પોતાના સ્લોગનમાં સમાવેશ કરશે.

WhatsApp Image 2024 03 19 at 14.41.36 BJPના 'ઈન્ડિયા શાઈનિંગ' સ્લોગન સામે કોંગ્રેસના 'ન્યાય યાત્રાના 5 સ્તંભો' મેનફિસ્ટોની  ઘોષણા

નોંધનીય છે કે 2021માં કૉંગ્રેસ છોડનારા નેતાઓમાં પી. સી. ચાકો, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, લલિતેશ ત્રિપાઠી, લુઈજિન્હો ફલેરો, પંકજ મલિક, હરેન્દ્ર મલિક, કેપ્ટન અમરિન્દર સિંહ, રવિ નાયકનો સમાવેશ થાય છે. 2022માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા નેતાઓમાં ઈમરાન મસુદ, અદિતિ સિંહ, સુપ્રિયા એરોન, આરપીએન સિંહ, અશ્ર્વિની કુમાર, રિપુન બોરા, હાર્દિક પટેલ, સુનીલ જાખડ, કપિલ સિબ્બલ, કુલદીપ બિશ્ર્નોઈ, જયવીર શેરગીલ, ગુલામ નબી આઝાદ અને દિગમ્બર કામતનો સમાવેશ થાય છે.

2023માં પાર્ટી છોડનારા નેતામાં અનિલ એન્ટની અને સી. આર. કેસવનનો સમાવેશ થાય છે. જ્યારે 2024માં કૉંગ્રેસ છોડનારામાં મિલિંદ દેવરા, અશોક ચવ્હાણ, ગીતા કોડા, બાબા સિદ્દિકી, રાજેશ મિશ્રા, અમરીશ ઢેર, જગત બહાદુર અન્નુ, ચાંદમલ જૈન, બસવરાજ પાટીલ અને નારણ રાઠવાજીનો સમાવેશ થાય છે એવો દાવો શિવરાજ સિંહ ચૌહાણે કર્યો હતો. આ વખતે કોંગ્રેસના મોટા ધુરંધર નેતાઓ ભાજપમાં જોડાયા છે. છતાં કોંગ્રેસ હારવાના મૂડમાં નથી અને ભાજપને ટક્કર આપવા શક્ય બને ત્યાં સાંઠગાંઠની નીતિ અપનાવતા જીતના તમામ પ્રયાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Punjab Crime News/લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીની પરિવારજનોએ જ કરી હત્યા, પોલીસ કરી રહી છે ગુનેગારોની શોધખોળ

આ પણ વાંચોઃ Breaking News/પશપુતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, સીટ શેરિંગ મામલે ભાજપ અને ભત્રીજા ચિરાગ સાથે બગડયા સંબંધો

આ પણ વાંચોઃ Breaking News/મોટા સમાચાર, રાહુલ અને પ્રિયંકા યુપીથી નહીં લડે લોકસભાની ચૂંટણી