કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી કોવિડ-૧૯ ન્યાય યાત્રા અભિયાન અંગે રાજીવ ગાંધી ભવન ખાતે ધારાસભ્યો – જિલ્લા પ્રમુખની યોજાયેલ બેઠકમાં સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનામાં ભાજપ સરકારે ગુજરાતના લોકોને ભગવાન ભરોસે મુક્યા હતા. ચૂંટણી નજીક આવતા હવે ભાજપના નેતા ભગવાનના શરણે જાય છે, સરકાર લાજવાના બદલે ગાજે છે. ત્રીજી લહેરની તૈયારી કરવાના બદલે ઉત્સવો કરે છે. ભાજપ લોકો માટે નહીં પરંતુ પોતાના માટે શાસન કરે છે. ગુજરાત અને દેશમાં છેલ્લા 100 વર્ષ કરતા આવેલી આફતોમાં સૌથી ખરાબ સમય કોરોનાકાળ રહ્યો. કોરોનાથી જેટલા લોકો મર્યા નથી તેટલા સરકારના અણઘડ વહીવટથી મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાના કારણે 2 લાખ લોકો મર્યા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોરોના મહામારી મુખ્ય મુદ્દો રહેશે. તાલુકા, જિલ્લા, શહેર અને પ્રદેશ સ્તરે આવેદન પત્રો અપાશે તેમજ શ્રદ્ધાંજલિ સભાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાશે. જે પરિવારો પોતાના પરિવારજન ગુમાવ્યા છે તેમને ૪ લાખ રૂપિયા સહાયની કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ ગુજરાતમા ન્યાય અભિયાન શરૂ કરશે. કોરોનાની મૃત્યુ પામેલા પરિવારને ન્યાય અપાવવા અભિયાન શરૂ કરવામાં આવશે. મૃતકના પરિવારજનોને અધિકારીક વળતર અપાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યની 250 તાલુકા પંચાયત, 156 નગરપાલિકા અને 8 મનપામાં આ અભિયાન ચલાવવામાં આવશે. કોરોનાની લડાઇ લાંબી હોવાથી પ્રજાને હેલ્થ સિક્યુરીટી પુરી પાડવા કોંગ્રેસનો પ્રયાસ છે. આ ઉપરાંત ન્યાય અભિયાન માટે કોંગ્રેસ કોવિડ વોરીયર્સની નિમણુંક કરશે. 5200 થી વધારે તાલુક પંચાયત સીટ, નગરપાલિકાના 1251 વોર્ડ અને મનપા ના 176 વોર્ડ મુજબ કોંગ્રેસ કોવિડ વોરીયર્સની નિમણુક કરશે. આ સરકાર અસંવેદનશીલ સરકાર છે. લાજવાના બદલે ગાજીને સરકાર ઉત્સવો કરી રહી છે. સરકારે કોરોનામાં લોકોની આડકતરી રીતે હત્યા કરી છે. કોરોનાકાળમાં સરકારનો અણઘડ વહીવટ અને સંકલનના અભાવે લોકોના મોત થયા છે. આગામી 2 મહિના સુધી અમે ઘરે ઘર જઈને ન્યાય યાત્રા કરીશું. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રૂ. 4 લાખનું વળતર મળવું જોઈએ. સરકારી કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થયા તેના વારસદારને નોકરી આપવી જોઈએ. ખાનગી હોસ્પિટલમાં લોકો પાસેથી લીધેલી ફી સરકાર લોકોને પાછી આપે. કોંગ્રેસના આગેવાનો કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના ઘરે જશે. કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનું વર્ચ્યુઅલ મેમોરિયલ બનાવવામાં આવશે.
સ્વાર્થનું સંધાન નહીં… સામાજીક જવાબદારી માટે કોંગ્રેસ કટિબદ્ધ…#COVID19_NyayYatra pic.twitter.com/FCP8mwCTRf
— Amit Chavda (@AmitChavdaINC) August 16, 2021
રાજીવ ગાંધી ભવન ખાતે ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ હાજરીમાં બેઠકને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાશે જેમાં ચાર મુદ્દાઓ પર રહેશે. કોરોના પિડીતોના પરિવારજનોને ૪ લાખની સહાયની માંગણી કરાશે. કોરોના કાળમા મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવાર સભ્યને રહેમરાહ હેઠળ સરકારી નોકરી આપવી. સરકાર દ્વારા કોરોનામા સરકારી ખર્ચે સારવારના મળી શકી હોય તેવા મધ્યમ અને ગરીબ પરિવારના સભ્યોના પ્રાઇવેટ હોસ્પિટલના બિલ ચુકવણી રાજ્ય સરકાર દ્વારા થાય. કોરોના મહામારીમાં ગુજરાત સરકારની બેદરકારીથી મૃત્યુ પામેલા લોકોની સાચા માહિતી મેળવી ઉપરોક્ત બાબતે ન્યાયિક તપાસ થાય. કોંગ્રેસ તમામ પરિવારના ડેટા તૈયાર કરી સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા માટે સોશિયલ માધ્યમથી કોરોના કોવિડ વર્ચ્યુલ મેમોરિયલ બનશે. ભાજપ સરકાર સંપૂર્ણ રીતે કોવિડ મહામારીની કામગીરી કરવા નિષ્ફળ રહી છે. આરોગ્ય સેના ઉભી કરવાના બદલે સરકાર માત્ર થાળી – તાળી કરી ઉજવણી કરી છે . અમારો કાર્યક્રમ રાજકિય નહી પણ સામાજિક છે . કોંગ્રેસ સત્તા નહી પણ જન સેવા છે.
સ્વાર્થનું સંધાન નહીં… સામાજીક જવાબદારી માટે કોંગ્રેસ કટિબદ્ધ… pic.twitter.com/98Uq060rGG
— Arjun Modhwadia (@arjunmodhwadia) August 16, 2021
સ્વાર્થનું સંધાન નહીં… સામાજીક જવાબદારી માટે કોંગ્રેસ કટિબદ્ધ…#COVID19_NyayYatra pic.twitter.com/iOguajGYH9
— Jayrajsinh Parmar (@JayrajKuvar) August 16, 2021
ગુજરાત / કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરાયેલ રાજ્યભરની હોસ્પિટલ્સની તમામ કામગીરી પૂર્વવત : નીતિન પટેલ
સાવધાન! / ઓર્ડર આપ્યા વિના જ ડિલિવરીના મેસેજ આવી રહ્યા છે, અને પછી આ રીતે થાય છે ઓનલાઈન ઠગાઈ
બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા / ડાઉનલોડિંગ ફિગર 50 કરોડને પાર, હજુ તો 2 જુલાઇએ જ લોન્ચ કરવામાં આવી હતી
મેડ ઇન ઇન્ડિયા / અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ ભારતમાં બનશે
