BJP કોઈપણ ચુંટણી હોય ચોક્કસ ગણિત સાથે આગળ ચાલે છે બીજેપીને તમામ વિસ્તારમાં વોટ મેળવવા માટે અત્યારે તો માત્ર રામ બાણ ઈલાજ સમાન માત્ર પેજ સમિતિ જ દેખાઈ રહી છે. 2017 દરમિયાન BJP ને માત્ર 99 સીટ મળી હતી અને હવે 150 સીટ જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સાથે જ BJP ને વૉટનું ગણિત પણ લગાવી રહ્યું છે.
પહેલા વર્ષ 2017 ની ચુંટણી પર નજર કરીએ તો એ ચુંટણી સમયે કુલ મતદારો હતા 4.31 કરોડ જેમાંથી મતદાન થયું હતું 3 કરોડ આસપાસએ 3 કરોડ મતદારો માંથી બીજેપીને 1.5 કરોડ જેટલા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 1.45 કરોડ મત મળ્યા હતા. આવા સંજોગોમાં બીજેપી 99 પર આવીને ઊભી રહી ગઈ હતી.
હવે નજર કરીએ 2019 લોકસભા ચુંટણી પર તો ત્યારે કુલ મતદારો હતા 4.45 કરોડ જેમાંથી BJP ને મળ્યા હતા 1.5 કરોડ તો સામે કોંગ્રેસને મળ્યા હતા 1.27 કરોડ જ્યારે બીજા વોટ અન્ય પાર્ટીને મળ્યા હતા.જેથી કોંગ્રેસની તમામ સીટ પર હાર થઈ હતી.
હવે આગામી ચુંટણીમાં BJP ને જોઈએ છે 150 સીટ જો 150 સીટ જોતી હોય તો કેટલા વોટ BJP ને મળવા જોઈએ ? આઅ સવાલ થાય એ સ્વભાવિક છે તો એ પણ સમજીએ આગામી ચુંટણી દરમિયાન અંદાજે નવા મતદારો 50 લાખ જેટલા હસે. જે લગભગ તમામ 18 થી 23 વર્ષના હશે.એટલે આ તમામ નવા મતદારોને આકર્ષવા જરૂરી છે અને એટલે જ યુવા મોરચને કામે લગાવેલા છે.
હવે જો 1.50 કરોડ વોટ જ મળે તો ગયા વખત જેવી જ સ્થિતિ બીજેપીની થઈ શકે છે જો તેમ સુધારો લાવવો હોય તો બીજેપી તરફે મતદાન વધારે થાય સાથે જ લોકો મતદાન કરવા બહાર નીકળે એ જરૂરી છે અને બીજેપીએ આગામી ચુંટણી માટે ઓછા માં ઓછું 2.5 કરોડ મતદાન થાય તેનો ટાર્ગેટ રાખેલો છે અને તેમ સૌથી મહત્વની ભૂમિકા પેજ સમિતિ સભ્યો નિભાવશે.
બીજેપીનો 75 લાખ પેજ સમિતિ સભ્યોનો ટાર્ગેટ છે જેમાં 60 લાખ પેજ સમિતિ સભ્યો બની ગયેલા છે.જેમાં બીજેપીએ 1 ઘર માંથી એક જ સભ્યની નિમણૂક કરેલી છે..એટલે કે સીધા જ 60 લાખ પરિવાર સાથે પાર્ટી જોડાયેલી છે. દરેક ઘરમાંથી અંદાજે 3 લોકો મત આપે તો પણ 1.80 કરોડ જેટલું મતદાન થાય બીજેપી તરફે થાય
BJP નું સીધું ગણિત છે કે જો 1.50 કરોડ મત મળે તો 99 કે 100 જેટલી સીટ પર પાર્ટી ઊભી રહી જાય પરંતુ તેની સામે જો બીજેપીને 30 થી 45 લાખ જેટલા વોટ વધારે મળે તો બીજી 50 સીટ આસાનીથી જીતી શકાય આ ગણિત સાથે બીજેપી ચુંટણી મેદાનમાં ચાલી રહી છે
આ મતદારો વધારવા માટે ગ્રામીણ એસસી અને એસટી મતદારોનું મતદાન બીજેપી તરફે થાય તો ચોક્કસ મતની ટકાવારીમાં વધારો થાય જેને લઈને બીજેપી આ વિસ્તારમાં વધારે મહેનત કરી રહી છે સાથે જ યુવા મોરચને પણ નવા મતદારોને જોડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં SP-BSPને ભાજપનો ફટકો, 3 ધારાસભ્યો ભગવા પાર્ટીમાં જોડાયા
આ પણ વાંચો:મોદી સરકાર રોજગાર મુદ્દે એક્શનમાં, દોઢ વર્ષમાં આપશે 10 લાખ નોકરી
