Today Special: પ્રતિ વર્ષ 11 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ ડે ઓફ ધ સિક’ (World Day Of the Sick, 11 February) મનાવવામાં આવે છે, જેની શરુઆત વર્ષ 1992માં પોપ જૉન પૉલ દ્વિતિય (Pope John Paul II, Year 1992) દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ બીમાર વ્યક્તિઓ પ્રતિ કરુણાભાવ અને એમને મદદરુપ થવા ઉપરાંત માંદા લોકોની સંભાળ લેનારા (Caregivers) પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે સમર્પિત છે.
‘વર્લ્ડ ડે ઓફ ધ સિક’ (World Day Of the Sick) અથવા ‘વિશ્વ બીમાર દિવસ’નો ઉદ્દેશ્ય
આ વિશેષ દિન મનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગંભીર અને જૂના રોગો (Serious Diseases)થી ગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરવી અને એમને માનસિક રીતે પ્રોત્સાહિત કરવી.
આ દિવસ અવર લેડી ઑફ લૂર્ડેસ (Our Lady of Lourdes)ના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે અને પ્રથમ વાર એને 11 ફેબ્રુઆરી 1993 (11 February 1993)ના દિવસે મનાવવામાં આવ્યો હતો.

પોપની બીમારીનો આ દિવસના ઇતિહાસ સાથે સંબંધ
આ દિવસના ઇતિહાસ (History)ના પૃષ્ઠ ઉખેળીએ તો એનો સંબંધ પોપની ખુદની બીમારી સાથે સંલગ્ન હોવાનું કહેવાય છે. પોપને સ્વયંને એક વર્ષ અગાઉ 1991માં પાર્કિન્સન્સ બીમારી (Parkinson’s, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર) હોવાનું નિદાન થયા બાદ એવું માનવામાં આવે છે કે, એમની પોતાની બીમારીની પીડાએ જ એમને આ દિવસ મનાવવાની પ્રેરણા આપી હતી. વર્ષ 2005ના ‘વિશ્વ બીમાર દિવસ’નું વિશેષ મહત્વ ગણાય છે કારણ કે બીમાર પૉપનું આ વર્ષે 2 એપ્રિલે નિધન થઇ ગયું હતુ. જ્યારે એમનું મૃત્યુ (Death) થયું ત્યારે પ્રાર્થના કરવા માટે રોમ (Rome)ના સેન્ટ પીટર સ્વૅરમાં અગણિત લોકો એકત્રિત થયા હતા.
અવર લેડી ઑફ લૂર્ડેસ (Our Lady of Lourdes)ના ઉપલક્ષ્યમાં મનાવાય છે
આ દિવસે ફ્રાન્સના લૂર્દની માતા મરિયમ (Mother Mary)નું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો (Christians) વિશેષ પવિત્ર મિસ્સા અને પ્રાર્થનાઓનું આયોજન કરે છે. આ પ્રેયર્સમાં બીમાર વ્યક્તિઓ સાજા થાય અને એમના પાપોની મુક્તિ માટે પ્રાર્થના (Prayer) કરવામાં આવે છે.

આ નામ વર્જીન મૅરી (Virgin Mary)ને પ્રેતાત્માઓના સન્માનમાં આપવામાં આવ્યુ છે. જેમની એક રોચક કથા છે, એવું કહેવાય છે કે, એમને લૂર્દ, ફ્રાન્સ અને આસપાસના વિસ્તારોમાં બર્નડેટ સોબિરસ (Bernadette Soubirous) નામની નાની છોકરી દેખાતી હતી. ચર્ચ દ્વારા ઘણા વર્ષ પછી બર્નડેટને સંત ઘોષિત કરવામાં આવી હતી.
આ કરુણામય દિવસનું મહત્વ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોઇ ધાર્મિક ઉત્સવ નથી પણ એક જાગૃત પહેલ છે. જેનો મૂળ હેતુ જ લોકોના દુ:ખ દૂર કરવાનો છે. વાયરસ અને બેક્ટેરિયા (Virus & Bacteria)ને કારણે આજકાલ વકરી રહેલી અનેક બીમારીઓથી પીડિત લોકો સહિતના દુનિયાભરના માંદા લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવાની પ્રેરણા આપતો આ દિવસ છે.
ડોક્ટર્સ અને નર્સિસ (Doctors & Nurses) જેવા સ્વાસ્થ્યકર્મીઓના સમર્પણ માટે આ દિવસ સન્માનરુપ ગણાય છે અને સમાજમાં માંદી વ્યક્તિઓ (Patients) પ્રત્યે સંવેદના વધારે છે. આ દિવસ ઉજવવા પાછળનું મહત્વ (Significance) આ જ છે.

બીમાર વ્યક્તિઓ માટેના વિશ્વ દિવસનું થીમ
આ વર્ષ 2026ના આ દિવસનું થીમ (Theme) છે, ‘સામરીની કરુણા: અન્યના દર્દને સહીને પ્રેમ કરવો’ ( The Compassion of the Samaritan: Loving by Bearing Another’s Pain)…
આ દિનનું લક્ષ્ય માંદાઓની સંભાળ લેવા અને એમની પીડાને શૅર કરવાના વ્યવહારિક પગલા લેવા પર કેન્દ્રિત છે.
દુનિયાભરના લોકો દ્વારા આ દિવસે બીમાર વ્યક્તિઓ અને એમની સંભાળ લેનારા લોકો માટે પ્રાર્થના કરવાનો સમય ફાળવે છે. વિવિધ સંગઠનો આ દિવસે મુખ્યત્વે માંદા માણસોને દવાઓ, ભોજન અને આવશ્યક સામગ્રીનું વિતરણ કરે છે.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
