Dharma & Bhakti/ ચાણક્ય નીતિ સૂત્ર: આચાર્ય ચાણક્યની ચેતવણી…5 વસ્તુઓને ક્યારેય જરુરથી વધારે મહત્વ ન આપવું..!

Chanakya Niti Sutra માં એવી 5 પરિસ્થિતિઓથી બચવા અંગેની સલાહ આપવામાં આવેલી છે. તો ચાલો જાણીએ કે, ચાણક્યના મતે કઈ-કઈ બાબતોથી સાવધાની…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chanakya Niti Sutra...5 બાબતોથી સાવધાન..!

Dharm & Bhakti: ચાણક્ય નીતિ (Chanakya Niti Sutra)માં જીવન સાથે સંકળાયેલી કેટલીક આવશ્યક બાબતો દર્શાવવામાં આવી છે…તો આ 4 બાબતોને વધુ મહત્વ આપવાથી બચવું જોઇએ….

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya)ની નીતિઓ આજે પણ જીવન સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ બાબતો દર્શાવે છે. એમનું મંતવ્ય છે કે, મનુષ્યની પ્રગતિ (Life Progress) કેવળ મહેનત નહિં પરંતુ, યોગ્ય લોકો અને યોગ્ય આદતોના સંગથી થાય છે. જો વ્યક્તિ ખોટી સંગત, ખોટી સલાહ અથવા તો એવા સંબંધોને આવશ્યકતાથી વધુ મહત્વ આપે તો એના માટે નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે. એની દૂરગામી અસરો એના સુખ અને ભવિષ્ય પર પણ પડી શકે છે. ચાણક્ય નીતિમાં એવી કેટલીક પરિસ્થિતિઓથી બચવા અંગેની સલાહ આપવામાં આવેલી છે. તો ચાલો જાણીએ કે ચાણક્યના મતે કઈ-કઈ બાબતોથી સાવધાન રહેવું જોઇએ?

આચાર્ય ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

આચાર્ય ચાણક્ય

ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) આજે પણ સુસંગત

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) દ્વારા લિખીત નીતિ શાસ્ત્ર (Niti Shashtra)માં એવી કેટલીયે જ્ઞાનવર્ધક વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે આજના સમયમાં પણ એટલી જ સુસંગત છે. નીતિ શાસ્ત્રમાં ચાણક્યે, જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શીને એની છણાવટ કરી છે. નીતિ શાસ્ત્રમાં એ પણ દર્શાવ્યું છે કે, કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ જેથી મનુષ્ય એક સંતુલિત જીવન જીવી શકે… તો ચાલો જોઇશું, કઇ છે આ 5 વસ્તુઓ?

1. દયા વિના ધર્મનો કોઈ અર્થ નથી

ચાણક્યના મતે, એવો ધર્મ (Religion) નકામો છે જેમાં દયા અને કરુણાનો ભાવ ન હોય! કેવળ ધાર્મિક હોવાનો દેખાડો કરવાની જગ્યાએ જો મનુષ્ય પોતાના વ્યવહારમાં જ માણસાઇ (Humanity) અને અન્ય લોકો પ્રત્યે સંવેદના દર્શાવો તો જ એ સાચા અર્થમાં ધાર્મિક છે. આથી ફક્ત ધર્મના નામે આડંબરને મહત્વ આપવાના બદલે એની મૂળ ભાવનાને સમજવી ઉચિત છે.

2. અયોગ્ય ગુરુ પાસેથી શિક્ષણ લેવાથી બચવું

આચાર્યનું કથન છે કે ગુરુ અથવા તો શિક્ષક (Teacher) હોય એની પાસે પર્યાપ્ત જ્ઞાન હોવું જોઇએ. જે વ્યક્તિને સ્વયં કોઈ વિષયની સાચી માહિતી ન હોય તે અન્યને યોગ્ય દિશાનિર્દેશ આપી શકતા નથી. આ સંજોગોમાં કોઈ એક પાસેથી જ શીખવું ઉચિત નથી કારણ કે, એ ગુરુની ભૂમિકામાં હોય છે અને એની યોગ્યતા અને જ્ઞાન (Knowledge)ને સમજવું પણ જરુરી છે.

ગુસ્સૈલ વ્યક્તિથી સાવધાન

3. કાયમ ગુસ્સો કરનારી વ્યક્તિથી સાવધાન રહો

ઘર અને સંબંધોમાં શાંતિ માટે પરસ્પર સમજ અને સંયમ અત્યંત આવશ્યક છે. ચાણક્યના મતે, જો જીવનસાથી (Life Partner)નો સ્વભાવ દરેક બાબતે ક્રોધ કરે એવો હોય તો એના કુટુંબનું વાતાવરણ ખરાબ થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં પ્રથમ વાતચીત અને સમજદારીથી સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવા જોઇએ. જો પરિસ્થિતિ સતત બગડતી લાગે તો ભવિષ્યમાં ધ્યાન રાખીને સમજી-વિચારીને નિર્ણ લેવો જ ઉચિત છે.

4. સ્નેહવિહીન સંબંધોથી અંતર રાખો

દરેક સંબંધી અથવા તો અંગત વ્યક્તિ તમારું હિતૈષી હોય જ એવું જરુરી નથી. કેટલાક લોકો પાતાના સ્વાર્થ માટે સંબંધો (Selfish Relationship) નિભાવે છે અને જરુર પડ્યે તમારો ફાયદો ઉઠાવી શકે છે. ચાણક્યની સલાહ છે કે લોકોને જરુરથી વધારે મહત્વ આપવાના સ્થાને યોગ્ય અંતર જાળવવું બહેતર છે.

5. શરીર અને જીવનશૈલીનું ધ્યાન રાખો

આ ઉપરાંત, ચાણક્યે એમ પણ જણાવ્યું છે કે, જરુરથી અધિક યાત્રા અને સતત શારીરિક મહેનત શરીરને નિર્બળ બનાવી દે છે. આ રીતે જીવનમાં સંતુલનની કમી પણ વ્યક્તિ પર ખરાબ અસરો નાખી શકે છે. આથી જ કામ સાથે આરામ, યોગ્ય દિનચર્યા (Lifestyle) અને પોતાની ક્ષમતાનું ધ્યાન રાખવું આવશ્યક છે.

ચાણક્ય નીતિ અનુસાર, આ તમામ બાબતોનો એક જ સાર છે કે જીવનમાં દરેક વ્યક્તિ, દરેક સંબંધ અને દરેક પરિસ્થિતિને આંખ બંધ કરીને મહત્વ ન આપવું જોઇએ. સાચા-ખોટા વચ્ચેનો તફાવત સમજીને લેવામાં આવેલો નિર્ણય જ વ્યક્તિને આગળ ધપવામાં મદદ કરે છે.


આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…

આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!

આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…