Marriage News: પહેલાના સમયમાં અમુક ઉંમર થાય એટલે લગ્ન કરવા ફરજિયાત માનવામાં આવતું હતું. સમાજ અને પરિવારના દબાણ હેઠળ યુવાનો પરણી જતા હતા. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ભારતમાં અને દુનિયાભરમાં યુવાનો હવે લગ્ન સંસ્થાથી દૂર ભાગી રહ્યા છે. આજની પેઢી માટે લગ્ન એ લાઈફનો અલ્ટીમેટ ગોલ નથી રહ્યો. ઘણા યુવાનો તો ખુલ્લેઆમ કહેવા લાગ્યા છે કે ‘લગ્ન એટલે બરબાદી’. ચાલો જાણીએ આ બદલાતી વિચારસરણી પાછળના 5 મુખ્ય કારણો કયા છે.
કરિયર અને આર્થિક સ્વતંત્રતા (Career Focus)
આજના સમયમાં યુવાનો, ખાસ કરીને મહિલાઓ, પોતાના કરિયર અને લક્ષ્યોને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે.
સ્વતંત્રતા: આર્થિક રીતે પગભર થયા પછી તેઓ કોઈના પર નિર્ભર રહેવા માંગતા નથી. લગ્ન પછી પારિવારિક જવાબદારીઓને કારણે કરિયર પર બ્રેક લાગી જવાનો ડર તેમને લગ્નથી દૂર રાખે છે.
વ્યક્તિગત આઝાદી ગુમાવવાનો ડર (Personal Freedom)
આજની પેઢી પોતાની ‘સ્પેસ’ અને આઝાદીને ખૂબ પસંદ કરે છે.
બાંધછોડનો ઇનકાર: લગ્ન એટલે બે પરિવારોનું મિલન અને અનેક સમાધાન. યુવાનો પોતાની સ્વતંત્રતા, ટ્રાવેલિંગ પ્લાન્સ અને શોખ સાથે કોઈ બાંધછોડ (Compromise) કરવા તૈયાર નથી હોતા.
લગ્નનો જંગી ખર્ચ (Expensive Marriage)
આજના સમયમાં લગ્ન એક મોટો આર્થિક બોજ બની ગયા છે.
ફાઇનાન્સિયલ પ્રેશર: ડેસ્ટિનેશન વેડિંગ, મોંઘા કપડાં અને દેખાડા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. મોંઘવારીના આ જમાનામાં યુવાનો આ પૈસા લગ્નમાં ઉડાડવા કરતા પોતાના ભવિષ્ય માટે બચાવવાનું વધુ યોગ્ય માને છે.
તૂટતા સંબંધો અને ડિવોર્સનો ડર (Toxic Relationships)
આસપાસ વધતા ડિવોર્સ રેટ અને ટોક્સિક રિલેશનશિપ જોઈને યુવાનો લગ્ન (Marriage) કરતા ડરે છે.
મેન્ટલ હેલ્થ: રોજબરોજના ઝઘડા અને માનસિક તણાવમાંથી પસાર થવા કરતા યુવાનો એકલા રહેવાનું અને શાંતિપૂર્ણ જીવન જીવવાનું વધુ પસંદ કરે છે.
લિવ-ઈન રિલેશનશિપનો ટ્રેન્ડ (Live-in Trend)
લગ્નની (Marriage) કાનૂની અને સામાજિક જવાબદારીઓ લીધા વિના સાથે રહેવાનો વિકલ્પ હવે વધુ સ્વીકાર્ય (Acept) બની રહ્યો છે. લિવ-ઈનમાં જો અણબનાવ બને, તો કાનૂની આંટીઘૂંટી વિના અલગ થવું સરળ રહે છે.
સમાજની વિચારસરણી ઝડપથી બદલાઈ રહી છે. લગ્ન એ બે વ્યક્તિઓનો અંગત (Personal) નિર્ણય છે, કોઈ સામાજિક ફરજ નહીં, તે વાત આજની પેઢી બરાબર સમજી ગઈ છે.
આ પણ વાંચો: પતિ બની જાય પત્ની અને પત્ની બને પતિ! માત્ર એક સાંજમાં સુધરી જશે સંબંધ, જાણો ‘રોલ સ્વેપ થેરાપી’નો જાદુ
આ પણ વાંચો: સેક્સ્યુઅલ વેલનેસ એટલે શું? તેને સમજવી કેમ જરૂરી છે? જો અવગણશો તો જીવનમાં આવી શકે છે હતાશા
આ પણ વાંચો: શું ‘સારો માણસ’ હોવું એ ‘સારા જીવનસાથી’ હોવાની ગેરંટી છે? જાણો આ બે વચ્ચેનો સામાન્ય ભેદ





