Relationship News/ શું ‘સારો માણસ’ હોવું એ ‘સારા જીવનસાથી’ હોવાની ગેરંટી છે? જાણો આ બે વચ્ચેનો સામાન્ય ભેદ

ઘણીવાર આપણે માની લઈએ છીએ કે જો કોઈ વ્યક્તિ ‘સારો માણસ’ છે, તો તે સારો પતિ (Partner) કે પત્ની પણ બનશે. પરંતુ મનોવિજ્ઞાન મુજબ આ બંને બાબતો અલગ છે.

Trending Tips & Tricks Lifestyle Relationships
Good partner

Partner Advice: જ્યારે પણ આપણે લગ્ન કે રિલેશનશિપની વાત કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા એ જ જોઈએ છીએ કે – “શું તે સારો માણસ છે?” આપણને લાગે છે કે જો સામેવાળી વ્યક્તિ ઈમાનદાર, દયાળુ અને શાંત સ્વભાવની હોય, તો આપણું દાંપત્ય (Partner) જીવન સુખી જ રહેવાનું.

પરંતુ મનોવિજ્ઞાન (Psychology) કંઈક અલગ કહે છે. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ દુનિયા માટે ‘હીરો’ હોય, પણ ઘરમાં એક પાર્ટનર તરીકે નિષ્ફળ જાય. ‘સારો માણસ’ હોવું અને ‘સારો પાર્ટનર’ (Partner) હોવું – આ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. ચાલો સમજીએ કેમ માત્ર સારા હોવું પૂરતું નથી.

Good partner

સારા હોવું vs. કનેક્ટ થવું (Goodness vs. Connection)

એક સારો માણસ બીજાનું ભલું કરે છે, કોઈનું ખરાબ નથી ઈચ્છતો અને નૈતિક મૂલ્યો ધરાવે છે. આ એક પાયાની જરૂરિયાત છે.

તફાવત: પરંતુ એક ‘સારો પાર્ટનર’ (Partner) બનવા માટે માત્ર નૈતિકતા નહીં, પણ ભાવનાત્મક જોડાણ (Emotional Connection) જોઈએ. બની શકે કે તે વ્યક્તિ ખૂબ દયાળુ હોય, પણ જો તે તમારા આંસુ કે મૌન ન સમજી શકે, તો તે સારો પાર્ટનર નથી.

Good partner

સંવાદ અને ઝઘડા ઉકેલવા (Communication)

ઘણા ‘સારા લોકો’ ઝઘડાથી દૂર ભાગે છે કારણ કે તેઓ શાંતિપ્રિય હોય છે.

તફાવત: રિલેશનશિપમાં ચૂપ રહેવું નહીં, પણ વાત કરવી જરૂરી છે. એક સારો પાર્ટનર (Partner) એ છે જે મુશ્કેલ સમયમાં પણ તમારી સાથે બેસીને વાત કરે (Communicate), સમસ્યાનો ઉકેલ લાવે અને તમારી લાગણીઓને સાંભળે. માત્ર ‘હા માં હા’ મિલાવવી એ સારા પાર્ટનર (Partner) ની નિશાની નથી.

Good partner

પ્રાથમિકતા (Partner)

એક સારો માણસ સમાજના દરેક વ્યક્તિને મદદ કરવા તૈયાર રહેતો હોય છે.

તફાવત: પરંતુ એક સારા પાર્ટનર તરીકે તેણે તમને પ્રાથમિકતા (Priority) આપવી પડે છે. જો તે આખી દુનિયા માટે સારો હોય પણ તમને સમય ન આપી શકતો હોય અથવા તમારી જરૂરિયાતોને અવગણતો હોય, તો સંબંધમાં અંતર આવવાનું જ છે.

Good partner

પ્રયત્નો અને સમજણ

સારો હોવું એ વ્યક્તિનો સ્વભાવ (Nature) છે, જ્યારે સારો પાર્ટનર (Partner) બનવું એ એક કળા અને કમિટમેન્ટ છે.

તફાવત: સારો પાર્ટનર (Partner) બનવા માટે તમારે સામેવાળાની ખુશી માટે સતત પ્રયત્નો કરવા પડે છે, ક્યારેક સમાધાન કરવું પડે છે અને એકબીજાને સ્પેસ આપવી પડે છે.

એક સારો માણસ હોવું એ સંબંધની શરૂઆત માટે શ્રેષ્ઠ છે, પણ સંબંધ ટકાવી રાખવા માટે સમજણ, સંવાદ અને ઈમોશનલ ઈન્ટેલિજન્સની જરૂર પડે છે. એટલે પાર્ટનર (Partner) પસંદ કરતી વખતે માત્ર તેની ‘સારી ઈમેજ’ નહીં, પણ તેની ‘સાથે રહેવાની આવડત’ પણ ચકાસવી જોઈએ.


આ પણ વાંચો: શું ઓરલ સેક્સથી કેન્સર થઈ શકે છે? નવી સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, આ શરૂઆતી લક્ષણોને અવગણશો નહીં

આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ

આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?