Lifestyle/ મીઠા અને કુદરતી જામફળની ઓળખ શી રીતે કરવી? રંગથી જ જાણી જશો…કેમિકલથી પકવ્યું છે કે કેમ?

ક્યાંક તમે કેમિકલથી પકવેલા જામફળનું સેવન તો નથી કરી રહ્યાં ને? કુદરતી રીતે પાકેલા મીઠા જામફળ ખરીદવા માટે કેટલીક ટિપ્સ (Guava Buying Tips)…

Trending Lifestyle
Guava Buying Tips, કેમિકલવાળા ફળ, કાચા જામફળ, ટિપ્સ, મીઠા જામફળ

Lifestyle: મીઠા અને કુદરતી જામફળની ઓળખ શી રીતે કરવી? અહિં તમને કેટલીક ટિપ્સ (Guava Buying Tips) આપવા જઇ રહ્યાં છીએ જેથી તમે હવે જ્યારે પણ જામફળ ખરીદવા જાઓ ત્યારે એને ફૉલો કરીને મીઠા અને કુદરતી રીતે પાકેલા જામફળ પસંદ કરી શકશો.

ક્યાંક તમે કેમિકલથી પકવેલા જામફળનું સેવન તો નથી કરી રહ્યાં ને? કેમિકલથી પકવેલા જામફળ (Chemically Ripened Jamphal) તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. આથી જ આ પ્રકારના જામફળ ખરીદવાથી બચવું જોઇએ. હવે એવો સવાલ થાય કે આખરે મીઠા અને કુદરતી જામફળની ઓળખ શી રીતે કરવી? તો અહિં તમને કેટલીક ટિપ્સ આપવા જઇ રહ્યાં છીએ જેથી તમે હવે જ્યારે પણ જામફળ ખરીદવા જાઓ ત્યારે એને ફૉલો કરીને મીઠા અને કુદરતી રીતે પાકેલા ફળો (Fruits) પસંદ કરી શકશો.

મીઠા અને કુદરતી રીતે પાકેલા જામફળ શી રીતે પસંદ કરવા? (Guava Buying Tips)

ભૂલથીયે કેમિકલથી પકવેલા ફળો ઘરમાં ન આવી જાય અને કુદરતી રીતે પાકેલા મીઠા જામફળ (Naturally Grown Guava) ખરીદવા માટે આ 3 ટિપ્સ ધ્યાનમાં રાખવી.

Guava Buying Tips, કેમિકલવાળા ફળ, કાચા જામફળ, ટિપ્સ, મીઠા જામફળ

1. સ્પર્શીને જુઓ

જામફળ ખરીદતા અગાઉ તમારે જામફળને દબાવીને અવશ્ય જોવા જોઇએ. જો એ હળવા નરમ (Soft Guava) હોય તો એ ફળ મીઠું હોવાની સંભાવના છે. પરંતુ જો જામફળને અડવાથી એ વધુપડતું કડક લાગે તો હોઇ શકે કે જામફળ કાચું (Raw Guava) હશે. આ ઉપરાંત, ડાઘાવાળું અથવા તો પીળી છાલ વાળા જામફળ ખાવામાં મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ચીકાશપડતા અથવા તો ઘેરા લીલા રંગના આ ફળ ઓછા મીઠા હોઇ શકે છે.

Guava Buying Tips, કેમિકલવાળા ફળ, કાચા જામફળ, ટિપ્સ, મીઠા જામફળ

2. રંગ પર ધ્યાન આપવું

ક્યારેય પણ તદ્દન લીલા રંગના જામફળ (Green Colored Guava) ન ખરીદવા કારણ કે એ કાચા હોઇ શકે છે. મીઠા જામફળનો રંગ હળવો પીળાશપડતો હોઇ શકે છે અથવા તો એમાં પીળા અને લીલા રંગનું મિશ્રણ જેવું દેખાઇ શકે છે. આ ઉપરાંત, જામફળની દાંડીઓ પર પણ ધ્યાન આપવું. જામફળની દાંડી પાસેને ભાગ થોડો પીળો કે ગુલાબી લાગે તો સમજવું કે એ પાકેલું છે.

Guava Buying Tips, કેમિકલવાળા ફળ, કાચા જામફળ, ટિપ્સ, મીઠા જામફળ

3. સુગંધ જુઓ

અહિં ઉલ્લેખનીય છે કે, પાકેલા જામફળ ઘણી તીવ્ર અને મીઠી સુગંધવાળા (Sweet Aroma) હોય છે. કોઇ સુગંધ વિનાના જામફળ કાચા કે કેમિકલથી પકવેલા હોઇ શકે છે. આ ઉપરાંત, ગોળ જામફળની જગ્યાએ થોડા ચપટા અથવા તો ડંબેલ આકારના જામફળ વધારે મીઠા હોવાનું માનવામાં આવે છે.

જામફળ ખરીદતા પહેલા આ તમામ નાની-નાની ટિપ્સને અવશ્ય ફૉલો કરવી જેથી તમને નિરાશા નહિં થાય!


આ પણ વાંચો: ફળોને ફ્રિઝમાં સ્ટોર કરવાની યોગ્ય પદ્ધતિ જાણો…કયા ફ્રુટ્સને ફ્રિઝમાં ન રાખવા?

આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!

આ પણ વાંચો: આ 5 ફળોમાં સૌથી વધુ જંતુનાશકો હોય છે, ડૉક્ટર મુજબ – ‘ખાતી વખતે સાવધાની રાખો’!