Junagadh News: ગિરનાર પર્વત પર માનવ-વન્યજીવ સંઘર્ષની (Girnar Lion Attack) ઘટનાઓ રોકવા અને યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા વન વિભાગે મહત્વનું પગલું ભર્યું છે. ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતારની સીડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં હવે 25 ટ્રેકરોની ટીમ સતત પેટ્રોલિંગ કરશે.
Girnar Lion Attack: બાળકના સિંહ હુમલા બાદ લેવાયો નિર્ણય
ગત 11 જુલાઈએ ગિરનાર પર્વત પર બાળક પર સિંહના હુમલાની કરુણ ઘટના બની હતી. આ ઘટના બાદ ગિરનાર વિસ્તારમાં માનવ-સિંહ સંઘર્ષ રોકવા અને યાત્રાળુઓની સુરક્ષા વધારવા માટે વન વિભાગ દ્વારા વિશેષ ટ્રેકર ટીમ તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અમલરૂપે વન વિભાગે 25 ટ્રેકરોની (Girnar Lion Safety) પસંદગી કરી હતી અને તેમને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
સાસણ ગીરમાં ટ્રેકરોને અપાઈ ખાસ તાલીમ
પસંદગી પામેલા 25 ટ્રેકરોને (Girnar Trekker) સાસણ ગીર ખાતે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન સિંહ સહિતના વન્યજીવોની વર્તણૂક, તેમની હિલચાલ અને હાજરીના સંકેતો ઓળખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેકરોને વન્યપ્રાણીઓના પગલાં તથા અન્ય સંકેતો ઓળખવા અને કોઈ અસામાન્ય હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરવા માટે પણ તાલીમ આપવામાં આવી છે.
નવી-જૂની સીડી અને દાતાર પર 24 કલાક નજર
તાલીમ પૂર્ણ થયા બાદ તમામ 25 ટ્રેકરોને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતારની સીડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. આ ટીમ દ્વારા સિંહ તથા અન્ય વન્યજીવોની હાજરી અને હિલચાલ પર સતત નજર રાખવામાં આવશે, જેથી યાત્રાળુઓને સંભવિત જોખમ અંગે સમયસર ચેતવણી આપી શકાય.
DCF અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા
DCF અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જના RFO અને ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર સહિતના વન વિભાગના સ્ટાફ દ્વારા ટ્રેકરોને સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વન વિભાગનો હેતુ ગિરનાર પર આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા વધારવાની સાથે માનવ અને વન્યજીવ વચ્ચે સંઘર્ષની સંભાવનાઓને ઘટાડવાનો છે.
ગિરનાર પર મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોવાથી સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેકરોની હાજરી મહત્વપૂર્ણ બની છે. સિંહ કે અન્ય વન્યજીવની હિલચાલ અંગે સમયસર માહિતી મળે અને જરૂરી કાર્યવાહી થઈ શકે તે માટે હવે ગિરનાર વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવામાં આવશે.
આ પણ વાંચો: ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે કડક પગલાં: કાયમી ચેકપોસ્ટ
આ પણ વાંચો: ગિરનારમાં નરભક્ષી વનરાજનો માસુમ પર હુમલો: 12 વર્ષના મયુરને ખેંચી ગયો જંગલમાં, મળ્યા માત્ર અવશેષો
આ પણ વાંચો: ગિરનાર નજીક સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, ઇજા ના નિશાનોથી તપાસ તેજ
