Jamnagar News/ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ માં ગેરકાયદે ભરાતી ગુજરી બજાર તંત્ર દ્વારા ક્યારે દૂર કરાશે?

હંગામી એસટી બસ સ્ટેન્ડ માં લોકોની સુવિધા માટે ગુજરી બજાર તેમજ ગ્રાઉન્ડમાં ખડકાયેલી ઝુપડપટ્ટી હટાવવી અત્યંત જરૂરી

Gujarat

Jamnagar News : જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ માં દર શુક્રવારે ગુજરી બજાર ભરાય છે. અહીં એસ.ટી. ડેપોનું કામ ચલાઉ સ્થળાંતર થવાનું હોઈ, તેને સંલગ્ન બાંધકામ ચાલી રહ્યું હોવા છતાં ‘શુક્રવારી’ થી ઓળખાતી ગુજરી બજાર ભરાતાં ફરીથી ટ્રાફિક જામની સમસ્યા વધુ ઘેરી બની છે. આ સ્થળેથી મામલતદાર તથા મનપાની ટીમે અનેક વખત આ ગુજરીબજાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બંધ કરાવી હતી, છતાં આજે ધમધોકાર ચાલી હતી.

આ ગુજરી બજારના કારણે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કાર્યાલયના માર્ગે પણ ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. પ્રશ્ન એ ઊઠે છે કે ધારાસભ્ય, એસ.ટી. તંત્ર તથા ટ્રાફિક વ્યવસ્થા પણ તંત્ર માટે માથાના દુઃખાવા સમી આ ગુજરીબજાર અન્યત્ર કેમ નહીં ખસેડાતી હોય ? આ સ્થળ સીધું કલેક્ટરની અંડરમાં હોવાથી કલેક્ટર ની સૂચનાઓ છતાં આવું કેમ થતું હશે ? કોઈ મોટામાથાનું દબાણ છે કે વોટબેંક પોલિટિક્સ ખેલાઈ રહ્યું છે ?

આ શુક્રવારીમાં ઘણાં લોકોને રોજીરોટી મળતી હોય તો તેને અનુરૂપ કોઈ એવું સ્થળ નક્કી કરી દેવું જોઈએ, જે ટ્રાફિક કે અન્ય વ્યવસ્થાઓને નડતરરૂપ પણ ન હોય અને ગુજરીબજાર પર આધારિત લોકોનો ધંધો-વ્યવસાય પણ ચાલુ રહે. આ ઉપરાંત પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી બસ સ્ટેશન નું કાર્ય ચાલી રહ્યું છે, અને આગામી દિવસોમાં જ્યારે અહીં બસ ડેપો શરૂ થશે, ત્યારે લોકોની સુવિધા માટે ખૂબ જ નડતર રૂપ બને તે રીતે મોટા પ્રમાણમાં જ ઝુપડપટ્ટી ખડકાઈ ગઈ છે. તે સરકારી જગ્યામાંથી ગેરકાયદેસર ઝુપડાઓ પણ અહીંથી ખસેડવા અત્યંત જરૂરી બન્યા છે.

આ સમસ્યાના નિવારણ માટે શાસકો અને તંત્રો કેમ નબળા પૂરવાર થઈ રહ્યા છે, તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે કલેક્ટર તંત્ર, મનપાનું તંત્ર, પોલીસતંત્ર અને પક્ષ-વિપક્ષના નેતાઓ સાથે મળીને આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જુનાગઢમાં પ્રવીણરામ આજે જોડાશે AAPમાં, સર્કિટ હાઉસ ખાતે જોડાશે AAP પાર્ટીમાં , જનઅધિકાર મંચના પ્રમુખ છે પ્રવીણ રામ , યુવાનોના પ્રશ્નોને વાચા આપવા આંદોલનકારી

આ પણ વાંચો: જુનાગઢમાં પ્રવીણ રામ AAPમાં જોડાયા , સર્કિટ હાઉસ ખાતે આપનો ખેસ ધારણ કર્યો , જનઅધિકાર મંચના પ્રમુખ છે પ્રવીણ રામ , આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, ગુજરાત

આ પણ વાંચો: CR પાટીલના વિવાદાસ્પદ નિવેદનનો મામલો,  કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન પર આપ્યું હતું નિવેદન,  સમગ્ર મામલે પ્રવીણ રામ નું નિવેદન,  પ્રવિણ રામ છે આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ,