Not Set/ તેલંગાણા : વિધાનસભા ભંગ થવાની સાથે જ CMએ આપ્યું રાજીનામું, પાર્ટીએ જાહેર કરી ૧૦૫ ઉમેદવારોની યાદી

હૈદરાબાદ, તેલંગાણામાં વિધાનસભા ભંગ કરવાને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે મંત્રીમંડળની બેઠક બોલાવી રાજ્યમાં વિધાનસભાને ભંગ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. Telangana CM KC Rao meets Governor, informs him about Cabinet's decision to dissolve the state Assembly. — Mantavya News (@Mantavyanews) September […]

Top Stories India Trending

હૈદરાબાદ,

તેલંગાણામાં વિધાનસભા ભંગ કરવાને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે મંત્રીમંડળની બેઠક બોલાવી રાજ્યમાં વિધાનસભાને ભંગ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી.

પ્રસ્તાવનો રાજ્યપાલે કર્યો સ્વીકાર

આ બેઠક બાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રાજ્યપાલ ઈ એસ એલ નરસિમ્હન સાથે મુલાકાત કરીને વિધાનસભા ભંગ કરવા માટે પ્રસ્તાવ સોપવામાં આવ્યો છે, જેને રાજ્યપાલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.

કે સી આરે જાહેર કરી ૧૦૫ ઉમેદવારોની યાદી

રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ કે ચંદ્રશેખર રાવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ૧૦૫ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

કે સી આર વિધાનસભા ભંગ કરીને પોતાની કબ્ર ખોદી : તેલંગાણા કોંગ્રેસ અધ્યક્ષ

બીજી બાજુ તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના નિર્ણયની આલોચનાઓ કરી છે. તેઓએ જણાવ્યું હતુ કે, “કે સી આર વિધાનસભા ભંગ કરીને પોતાની કબ્ર ખોદી છે. તેઓ મોદીના એજન્ટ છે, પરંતુ અમે ચૂંટણી માટે તૈયાર છીએ”.

મહત્વનું છે કે, અંદાજે છેલ્લા ૧૫ દિવસથી વિધાનસભા ભંગ કરવા અને જલ્દી જ ચૂંટણી યોજવા અંગે અટકળો સામે આવી રહી હતી.

પાર્ટી ઈચ્છી રહી છે પોતાનો રાજનૈતિક લાભ

જો કે તેલંગાણામ યોજાનારી ચૂંટણીની વાત કરવામાં આવે તો, રાજ્યની ચૂંટણી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે નિર્ધારિત છે, પરંતુ સત્તારૂઢ પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) બંને ચૂંટણી અલગ અલગ યોજવા અંગે પોતાનો રાજનૈતિક લાભ જોઈ રહી છે.

આ પહેલા ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન સત્તાધારી પાર્ટી TRSને કુલ ૧૧૯ માંથી ૬૩ બેઠકો પર જીત મળી હતી.