મુંબઈ
બંગાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અદાકાર પાયલ ચક્રવર્તી સિલિગુડીની એક હોટલમાં બુધવારે સવારે મૃતક હાલતમાં મળી આવી હતી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે અને શરૂઆતના અહેવાલો જણાવે છે કે આ આત્મહત્યાનો મામલો છે. દક્ષિણ કોલકાતાની પાયલએ મંગળવારે સાંજે સિલિગુડી ચર્ચ રોડ નજીક એક હોટલમાં રૂમ લીધો હતો.
#WestBengal: Bengali actor Payel Chakraborty was found dead in a hotel room in Siliguri last evening; Police investigation underway. pic.twitter.com/HvDzALbsf2
— ANI (@ANI) September 6, 2018
હોટલના સ્ટાફ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તે ગુરુવારે સવારે ગંગટોક માટે જવાની તૈયારીમાં હતી. જો કે બુધવારે હોટેલ છોડવાની કોઈ પ્રક્રિયા નહોતી કરવામાં આવી નહોતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ જ્યારથી આવ્યા હતા ત્યારથી તેમનો રૂમની અંદરથી બંધ જ હતો.. હોટેલના અધિકારીઓએ પોલીસને માહિતી આપી હતી. ઘણીવાર બારણું ખખડાવ્યુ હતું અને તેમ છતાં પણ કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાથી અમે પોલીસને જાણ કરી હતી.
આપને જણાવી દઈએ કે પોલીસના આવ્યા પછી દરવાજાણું લોક તોડવામાં આવ્યું ત્યારે રૂમની અંદર તેઓ મૃતક હાલતમાં મળી આવ્યા હતા.
