છેલ્લા 66 દિવસથી ચાલી રહેલા લોકડાઉનનાં કારણે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ કોરોના કાળમાં તેમને આપવામાં આવેલ જવાબાદીરનાં વહનમાં પોતપોતાનાં મતક્ષેત્રમાં હતા. તમામ મંત્રીઓની ઓફિસો પણ લોકડાઉનનાં કારણે બંધ હતી કારણે કે પબ્લિક મિટીંગ કોરોના કાળમાં બાધ્ય કરી દેવામાં આવી હતી. હવે જ્યારે કોરોના સાથે જીવવાની ટેવ પાડવાની હોય તે પ્રકારે લોકડાઉન – 5.0 અમલી થવાનાં આરે છે ત્યારે લોકડાઉનના બે માસ કરતા વધુ સમયથી રાજ્યના મંત્રીઓની જે કચેરીઓ બંધ હતી, તે સોમવારથી ખુલી જશે. તમામ મંત્રીઓ પોતાનો કાર્યભાર સંભાળશે અને કચેરીઓ કાર્યરત થશે. મુલાકાતીઓ પણ મુલાકાત કરી શકશે. હા લોકડાઉનમાં છુટછાટ છે કોરોના ખતમ થઇ ગયો નથી તે હકીકતને ધ્યાનમાં રાખી મુલાકાત અને સામાન્ય સંજોગોમાં પણ સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી મુલાકાતીઓ મંત્રીઓ સાથે મુલાકાત કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
