દેવોના દેવ એવા મહાદેવ શિવ ની ઉપાસના દરેક મહીને કોઈના કોઈ રૂપમાં ચાલતી જ રહે છે પણ મહેશ નવમી એ માહેશ્વરી સમાજનો વિશેષ તહેવાર છે. જાણો નીલકંઠ ને ક્યાં મંત્રો થઈ કરવા પ્રસન્ન.
શિવજીના વિશેષ મંત્રોના જાપથી એમની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે, જેનાથી સાધક પોતાની ઈચ્છા પૂર્તિ કરીને જીવનમાં સુખ શાંતિ
સફળતા પ્રાપ્ત કરી શકે.
આ મંત્રો એ એવા વિશેષ મંત્રો છે જેને મહેશ નવમીથી લઈને દરરોજ રુદ્રાક્ષની માળથી જપ કરવાથી સમૃદ્ધી, લક્ષ્મી, આરોગ્ય અને
પ્રસન્નતામાં વૃદ્ધી થાય છે.
મંત્રોનો જપ પૂર્વ કે ઉતર દિશા બાજુ મુખ રાખીને કરવો જોઈએ. જપને પહેલાં ઈશ્વર શિવને બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ
તેમજ એમનાં ઉપર જલધારા અર્પિત કરવી જોઈએ.
નીચેનાં મંત્રોનો જપ કરીને તમે મહેશ નવમી પર મહાદેવને પ્રસન્ન કરી શકો છો.
* ॐ नमः शिवाय।
* प्रौं ह्रीं ठः।
* ऊर्ध्व भू फट्।
* इं क्षं मं औं अं।
* नमो नीलकण्ठाय।
* ॐ पार्वतीपतये नमः।
* ॐ ह्रीं ह्रौं नमः शिवाय।
* ॐ नमो भगवते दक्षिणामूर्त्तये मह्यं मेधा प्रयच्छ स्वाहा।
