Not Set/ બોલિવૂડ/ આમિર ખાનનો ફર્સ્ટ લાલસિંહ ચઠ્ઠા લુક સોશિયલ મીડિયામાં વાયરલ

આમિર ખાન અને કરીના કપૂર હાલમાં ચંદીગઢમાં આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’નું શૂટિંગ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કરીના કપૂરનાં સેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે એક દેશી અવતારમાં જોવા મળી હતી. હવે આમિર ખાનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. https://www.instagram.com/p/B4sOO7aBB7f/?utm_source=ig_web_copy_link આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ […]

Uncategorized

આમિર ખાન અને કરીના કપૂર હાલમાં ચંદીગઢમાં આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’નું શૂટિંગ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કરીના કપૂરનાં સેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે એક દેશી અવતારમાં જોવા મળી હતી. હવે આમિર ખાનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે.

https://www.instagram.com/p/B4sOO7aBB7f/?utm_source=ig_web_copy_link

આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચડ્ડા સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ છે. હાલમાં જ કરિના કપૂર ખાનનો આ ફિલ્મનો પહેલો લુક લીક થયો હતો. કરીના પછી હવે મુખ્ય અભિનેતા આમિર ખાનનો ફર્સ્ટ લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં આમિર ખાન પાઘડી અને લાંબી દાઢી પહેરેલો જોવા મળી રહ્યો છે. તેણે શર્ટ અને પેન્ટ સાથે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા છે.

https://www.instagram.com/p/B4pe4XTjK8y/?utm_source=ig_web_copy_link

સોશિયલ મીડિયા પરની આ તસવીરમાં આમિર ખાન લાલ સિંહ ચડ્ડાનાં લુકમાં જબરદસ્ત લાગી રહ્યો છે. તેણે લાઇટ પર્પલ શર્ટ-ગ્રે પેન્ટ પહેર્યું છે. આમિર ખાને જાંબલી પાઘડી પણ બાંધી છે. સરદાર લુકમાં જોવા મળતા આમિર ખાનને ઓળખવું થોડુ મુશ્કેલ છે. હાલમાં ચંદીગઢમાં આ મૂવીનું શૂટિંગ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.