ચેન્નઈ,
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના પર્સનલ મેકઅપ મેન મુથપ્પાનું મંગળવારે સવારે 7.15 મિનીટ પર નિધન થઇ ગયું હતું. તેઓ 75 વર્ષનો હતા અને તે તમિલ સિનેમાના ખૂબ જ જૂના ટેક્નિશન હતા.

મુથપ્પા, એમ જી રામચંદ્રન, શિવાજી ગણેશન, કમલ હાસન અને કન્નડ હીરો રાજકુમાર પણ મેકઅપ મેન રહ્યા. પછીથી તેઓ સુપરસ્ટાર રજનીકાંતના પર્સનલ મેકઅપ મેન બની ગયા હતા. એટલું જ નહીં, તેઓ રજનીકાંતથી પ્રભાવિત થઈને તેમણે કોમેડી રોલ પણ કર્યો હતો.
![]()
મુથપ્પા કહેતા હતા કે તેમના માટે રજનીકાંત એક્ટર નહીં એક ગાઢ મિત્ર છે. એટલું જ નહીં, તેઓ કહેતા હતા કે રજનીકાંત તેના પુત્રની જેમ છે. આપને જણાવી દઈએ કે કે મુથપ્પાના શરીર ચેન્નઈ સ્થિત તેમના ઘરે રાખવામાં આવ્યું હતું જ્યાં રજનીકાંત શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
