Not Set/ પોતાના ઘરનું વીજળીનું બિલ જોઇને ચોંકી ઉઠી તાપસી પન્નુ, સોશિયલ મીડિયા પર શેર કરી કોપી

તાપસી પન્નુ બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. ‘જુડવા’ 2, ‘મિશન મંગલ’, ‘પિંક’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મોમાં તાપસીએ પોતાના જોરદાર અભિનયથી દરેક હૃદયમાં સ્થાન મેળવ્યું છે. તાપસી સોશિયલ મીડિયા પર દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેનું મંતવ્ય શેર કરતી રહે છે. જો કે, આ વખતે કિસ્સો કંઇક અલગ છે, કારણ કે આ વખતે તાપસી પન્નુ તેનું […]

Uncategorized

તાપસી પન્નુ બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. ‘જુડવા’ 2, ‘મિશન મંગલ’, ‘પિંક’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મોમાં તાપસીએ પોતાના જોરદાર અભિનયથી દરેક હૃદયમાં સ્થાન મેળવ્યું છે. તાપસી સોશિયલ મીડિયા પર દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેનું મંતવ્ય શેર કરતી રહે છે. જો કે, આ વખતે કિસ્સો કંઇક અલગ છે, કારણ કે આ વખતે તાપસી પન્નુ તેનું વીજળીનું બિલ જોઇને ચોંકી ગઈ છે. તેના ઘરનું વીજળીનું બિલ જોઇને તે ચોંકી ઉઠી અને પરેશાન થઈ ગઈ. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

તાપસીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “લોકડાઉન થયાને ત્રણ મહિના થયા છે અને હું વિચારી રહી છું કે ગત મહિને એપાર્ટમેન્ટમાં મેં કયા ઉપકરણોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યો છે અથવા લાવી છું જેનાથી મારું વીજળીનું બિલ ખૂબ વધી ગયું છે.” આ સાથે, તાપસીએ અદાણી ઇલેક્ટ્રિકિટી મુંબઇને ટેગ કર્યાં અને પૂછ્યું કે તમે કેટલું ચાર્જ કરો છે.