ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ નોંધવામાં આવતા લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. કોરોનાનો કહેર જ્યારે વધતો જ જોવામાં આવી રહ્યો છે અને રાજ્યભરમાં કોરોનાનો આંકડો વઘી રહ્યો છે ત્યારે ભરૂચમાં પણ કોરોના પોઝિટિવ કેસ જીલ્લાનાં અનેક વિસ્તારોમાંથી સામે આવતા લોકો ભયભીત બન્યા છે.આપને જણાવી દઇએ કે, આજે સામે આવેલા કેસમાંથી ભરૂચમાં 5, અંકલેશ્વર 2 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. સાથે સાથે વાગરા અને જંબુસરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસનો આંક 219 પર પહોચ્યો છે અને સતત વધતા કેસને કારણે લોકોની સાથે સાથે તંત્ર પણ ચિંતીત જોવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
