या देवी सर्वभूतेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
નવરાત્રિના બીજા દિવસે આ મંત્રથી જો માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે તો સાધકના જીવનમાં સમસ્યાઓના સમાધાન અને ઉકેલ મડી શકે છે.

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત સુંદર, મોહક અને અલૌકિક છે. ચંદ્રની સમાન સુંદર માતાનું આ રૂપ દિવ્ય સુગંધિઓ અને ધ્વનિઓનો આભાસ કરાવે છે. માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તકમાં ઘંટના આકારનો અર્ધચંદ્ર છે, પરિણામે તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.
તેમના શરીરનો રંગ સોના જેવો ચળકદાર છે. તેમના દસ હાથ છે. તેમના દશે હાથોમાં શસ્ત્રો, બાણ, અસ્ત્રો વગેરે છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજા નિમ્નલિખિત મંત્રથી શરૂ કરવી જોઈએ.
