Not Set/ રાજકુમાર રાવની ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નો પ્રથમ લૂક રિલીઝ, જુઓ….

મુંબઈ અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપુરની ફિલ્મ ‘સ્ત્રી’એ 100કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મની ટીમ દ્વારા સકસેસ પાર્ટીનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવ પોતાની ફિલ્મો દ્વારા સતત લોકોને આકર્ષિત કરી રહ્યો છે. તેની ગત વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ન્યૂટન ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી. ત્યારે […]

Trending Entertainment

મુંબઈ

અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપુરની ફિલ્મ ‘સ્ત્રી’એ 100કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મની ટીમ દ્વારા સકસેસ પાર્ટીનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવ પોતાની ફિલ્મો દ્વારા સતત લોકોને આકર્ષિત કરી રહ્યો છે.

Image result for stree

તેની ગત વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ન્યૂટન ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી. ત્યારે વર્ષ 2018 માં પણ તેના માટે સફળ સાબિત થયુ છે. તેની ફિલ્મ ‘સ્ત્રી’ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. ત્યારે હવે રાજકુમાર રાવે પોતાની આગામી ફિલ્મ અંગે તેના દર્શકોને જાણકારી આપી છે.

ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નો એક ફોટો પોસ્ટ કરી રાજકુમારે પોતાના આગામી પ્રોજેક્ટ અંગે તેના પ્રશંસકોને જાણકારી આપી છે. આ ફિલ્મમાં તે મૌની રોય સાથે નજરે પડશે. ફિલ્મમાં રાજકુમાર રઘુના પાત્રમાં હશે તો મૌની રુકમણિના પાત્રમાં હશે. આ ફિલ્મ આગામી વર્ષે 15 ઓગસ્ટના રોજ રીલીઝ થવાની છે.