Not Set/ પાકિસ્તાન : પીએમ હાઉસની લકઝુરીયસ કારની નિલામી થઇ શરુ, પ્રથમ દિવસે વેંચાઈ ૭૦ કાર

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં પીએમ હાઉસની લકઝુરીયસ કારની નિલામી શરુ થઇ ગઈ છે. આ નિલામી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ઘરે કરવામાં આવી રહી છે. નિલામીમાં બીએમડબ્લ્યુ, મર્સિડીઝ, લેન્ડ ક્રુઝર અને એસયુવી સહિત બીજી અન્ય કાર પણ છે. એટલું જ નહી પરંતુ આ કારમાંથી ઘણી કાર બુલેટપ્રૂફ પણ છે. તમને જણાવી દઈએ કે પૈસાની તંગીને પહોચી વળવા માટે […]

Top Stories World Trending

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનમાં પીએમ હાઉસની લકઝુરીયસ કારની નિલામી શરુ થઇ ગઈ છે. આ નિલામી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ઘરે કરવામાં આવી રહી છે. નિલામીમાં બીએમડબ્લ્યુ, મર્સિડીઝ, લેન્ડ ક્રુઝર અને એસયુવી સહિત બીજી અન્ય કાર પણ છે. એટલું જ નહી પરંતુ આ કારમાંથી ઘણી કાર બુલેટપ્રૂફ પણ છે. તમને જણાવી દઈએ કે પૈસાની તંગીને પહોચી વળવા માટે પાકિસ્તાને આ અગત્યનું પગલું ભરવાનું વિચાર્યું છે.

પાકિસ્તાનના માહિતી ખાતાના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે નિલામીમાં કુલ ૧૦૨ કાર છે જેમાંથી ૭૦ કારની નિલામી પ્રથમ દિવસે જ થઇ ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધી કાર તેની બજાર કિંમતથી વધારે કિંમતમાં વેચાઈ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ નિલામીમાં જેને સૌથી વધારે બોલી લગાઈ હશે તેને તે કારની કિંમત કરતા ૧૦ ટકા વધારે કિંમત તે જ સમયે આપવી પડશે. નિલામીમાં ૮ બીએમડબ્લ્યુ, ૨૮ મર્સિડીઝ, ૪૦ ટોયોટા કાર, ૨ લેન્ડ ક્રુઝર, ૫ મિત્સુબિશી અને ૨ જીપનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પાકીસ્તાનની નવી સરકાર ખર્ચો ઓછો કરવા માંગે છે આથી પીએમ હાઉસની આલીશાન લકઝરીયસ ગાડીઓની યાદી બનાવવામાં આવી છે અને તેને નિલામી માટે પ્રધાનમંત્રી આવાસમાં  રાખવામાં આવી છે.

સરકારી ખર્ચા પર નિયંત્રણ રાખવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ૧૮ ઓગસ્ટે પદ સંભાળ્યા પછી પોતાની સેનાના સચિવના ૩ રૂમ ધરાવતા ઘરમાં ૨ નોકરો સાથે રહે છે.

પાકિસ્તાનમાં પીએમ હાઉસમાં ૫૨૪ કર્મચારીનો  સ્ટાફ છે અને ૮૦ લકઝરીયસ વાહનો છે.