- ઇજા પછી જાડેજાનું સફળ પુનરાગમન
- અશ્વિને 450 વિકેટો પૂરી કરવાની સિદ્ધિ મેળવી
- જાડેજાને ટેસ્ટ શ્રેણીમાં 250 વિકેટ ઝડપવાની તક
Border-Gavaskar Trophy ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સીરિઝમાં નાગપુરમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે જ ઓસ્ટ્રેલિયાને 177 રનમાં ખખડાવીને ભારત ડ્રાઇવર સીટમાં આવી ગયું છે. ઇજામાંથી સફળ પુનરાગમન કરનારા રવિન્દ્ર જાડેજાએ 48 રન આપી પાંચ વિકેટ ઝડપતા અને અશ્વિને 3 વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલિયા 177 રનમાં ખખડી ગયું હતું. ભારતે તેના જવાબમાં પ્રથમ દિવસની રમતના અંતે એક વિકેટે 77 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 56 અને નાઇટ વોચમેન અશ્વિન શૂન્ય રને રમતમાં હતા. આ સાથે ભારત પર હવે ફક્ત 100 રનની લીડ છે અને ભારતની નવ વિકેટ બાકી છે.
ભારતના સ્ટ્રાઇક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઇજામાંથી સફળ પુનરાગમન કર્યુ છે. તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની નાગપુરમાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં 28 ઓવરમાં 48 રન આપી પાંચ વિકેટ ઝડપતા પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા 177 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. અશ્વિને આ દરમિયાન તેની 450 વિકેટ પણ પૂરી કરી હતી. જ્યારે જાડેજાને આ મેચમાં 250 વિકેટ ઝડપવાની તક છે.
ભારતના ઓપનિંગ બોલર સિરાજ અને શમીએ ઓસ્ટ્રેલિયન ઓપનરો ખ્વાજા અને વોર્નરને આઉટ કર્યા પછી લબુશેન અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટની 82 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ જોડી ભારત માટે જોખમી બની જઈ રહી હતી ત્યારે જ જાડેજા લંચ પછી ત્રાટક્યો હતો અને તેણે લબુશેનને આઉટ કર્યો હતો. તેના પછી તેણે તરત જ મેટ રેન્શોને પણ આઉટ કરતાં ઓસ્ટ્રેલિયા 84 રનમાં 4 વિકેટ સાથે બેકફૂટ પર આવી ગયું હતું. આ સમયે કોહલીએ અક્ષર પટેલની ઓવરમાં સ્ટીવ સ્મિથનો કેચ છોડતા ભારત સામે હંમેશા સફળ રહેલો સ્ટીવ સ્મિથ મોટી ઇનિંગ્સ રમે તેમ લાગતુ હતુ. પણ જાડેજાએ ત્યારે જ તેને બોલ્ડ કરતાં ભારતે રાહતનો શ્વાસ લીધો હતો. પીટર હેન્ડ્સકોમ્બ અને એલેક્સ કેરીની છઠ્ઠી વિકેટની 53 રનની ભાગીદારીએ ઇનિંગ્સને સ્થિરતા આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પછી જાડેજા અને અશ્વિન બંને ત્રાટકતા ઓસ્ટ્રેલિયાનો ધબડકો થયો હતો.
https://twitter.com/CSK_Kings07/status/1623579105634680833?s=20&t=jLXI99J8r3DZhQ8WxODA3A
આ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટના (India-Australia First Test) પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ લંચ સમયે બે વિકેટે 76 રન કર્યા છે. કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો ત્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ત્રણ ઓવરમાં જ બે રનમાં બે વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. તેના પછી માર્ક લબુશેન અને સ્ટીવ સ્મિથે બાજી સંભાળતા ઓસ્ટ્રેલિયાને વધુ નુકસાન થયું ન હતું.
https://twitter.com/BCCI/status/1623587768290136067?s=20&t=8ooAYVUB1uUftbQ3hNFrNA
માર્નસ લાબુશેન તેની અડધી સદીની નજીક છે અને સ્ટીવ સ્મિથ India-Australia First Test પણ ક્રીઝ પર મજબૂત છે Border-Gavaskar Trophy કારણ કે બે-ડાઉન ઓસ્ટ્રેલિયાએ મિની પુનરાગમન કર્યું છે. લંચ સમયે 32 ઓવર પછી તેમનો સ્કોર 2 વિકેટે 76 રન હતો. આ પહેલા મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરને સુંદરતા સાથે ક્લીન આઉટ કર્યા બાદ મોહમ્મદ સિરાજે ઉસ્માન ખ્વાજાને ઝડપી લીધો હતો કારણ કે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 2.1 ઓવરમાં 2 વિકેટે 2 રન હતો.. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ભારતે સૂર્યકુમાર યાદવ અને કેએસ ભરતને ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. દરમિયાન, જમણા હાથના ઓફ સ્પિનર ટોડ મર્ફીએ ઓસ્ટ્રેલિયામાં પદાર્પણ કર્યું છે.
ટીમ ઈન્ડિયા આજે ઓસ્ટ્રેલિયા સામે India-Australia First Test ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં Border-Gavaskar Trophy ટકરાશે. આ શ્રેણીની પ્રથમ મેચ આજથી નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે પ્રથમ 5 ઓવરમાં જ તબાહી મચાવી દીધી હતી.
https://twitter.com/BCCI/status/1623540271031140352?s=20&t=KBjU9r4IBHPWalednlUgQA
સિરાજે પહેલી જ ઓવરમાં ઝટકો આપ્યો હતો
મોહમ્મદ સિરાજ આ મેચની બીજી ઓવર લાવ્યો હતો.Border-Gavaskar Trophy સિરાજે તેની આવનારી ઓવરના પહેલા જ બોલ પર ખતરનાક બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો હતો. સિરાજનો એક ધારદાર બોલ ખ્વાજાના પેડ પર વાગ્યો. જે બાદ ભારતીય ટીમે લાંબી અપીલ કરી હતી. અમ્પાયરે આઉટ ન આપ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ વિકેટકીપર શ્રીકર ભરત અને સિરાજને પૂછપરછ કરી હતી. રોહિતે રિવ્યુ લીધો અને નિર્ણય થર્ડ અમ્પાયર પાસે પહોંચ્યો. જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ વિકેટો સાથે અથડાતો હતો. ખ્વાજા માત્ર 1 રન બનાવીને પરત ફર્યો હતો.
ફરી શમીએ અદભૂત પ્રદર્શન કર્યું
આ પછી મોહમ્મદ શમી પણ ક્યાં પાછળ રહેવાનો હતો. શમી ત્રીજી ઓવર લઈને આવ્યો અને પહેલા જ બોલ પર તેણે ડેવિડ વોર્નરને ચારેય આઉટ કર્યા. શમીનો એક લહેરાતો બોલ સીધો વિકેટ પર ગયો. બોલ વાગ્યા બાદ વિકેટ ઘણી દૂર પડી હતી. વોર્નર પણ માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ બે વિકેટ બાદ મેદાન પર કેપ્ટન રોહિત શર્મા અને ડ્રેસિંગ રૂમમાં રાહુલ દ્રવિડની પ્રતિક્રિયા જોવા જેવી હતી.
આ પણ વાંચોઃ
સીરિયા ભૂકંપ/ ‘રૂમમાં પડેલી 25 લાશો, લાશોને ગળે લગાવીને રડતો એક વ્યક્તિ’… આ સીરિયન પરિવાર ભૂકંપમાં ખતમ
મોદી-નેતાન્યાહુ/ મોદીની ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતાન્યાહુ સાથે વાત, સહકાર વધારવા પર ચર્ચા
