ભારતને ટોક્યો ઓલિમ્પકમાં એક માત્ર ગોલ્ડ મળ્યો છે. ભાલા ફેકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેળવીને સમગ્ર દેશવાસીઓને ગર્વનો અહેસાસ કરાવ્યો છે. સ્ટાર એથ્લીટ નીરજ ચોપડા આ દિવસોમાં દરેક જગ્યાએ ચર્ચાનો ભાગ બની ગયા છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સુધી નીરજ ચોપડાની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો – ફૂટબોલ સ્ટાર / બાર્સેલોનાથી અલગ થયા બાદ હવે આ ક્લબ માટે રમી શકે છે Messi
નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દરેકનું દિલ જીતી લીધું હતું. તેમની સાથે જોડાયેલા આ સમાચારે સમગ્ર દેશમાં ઉજવણીનું વાતાવરણ ઉભું કર્યું છે અને અત્યાર સુધી લોકો ઉજવણી કરી રહ્યા છે. દરેક વ્યક્તિ આ જીતનાં ગર્વને અનુભવે છે અને તે નીરજને દેશનું ગૌરવ માને છે. હવે આ બધાની વચ્ચે બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા, ખલનાયક પ્રેમ ચોપડાએ પણ એક વીડિયો બનાવીને નીરજ ચોપડાને અભિનંદન પાઠવ્યા છે. તમે જોઈ શકો છો કે પ્રેમ ચોપડાનો આ વીડિયો ખૂબ જ રમુજી છે. અમને ખાતરી છે કે આ જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. હા, પ્રેમ ચોપડાનો આ વીડિયો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધી ઘણા લોકોએ આ શેર કર્યું છે. તમે જોઈ શકો છો અભિનેતા પ્રેમ ચોપરા આ વીડિયોમાં જોવા મળે છે.
આ પણ વાંચો – Tokyo Olympics / ભારતના 6 ઓલિમ્પિક ચેમ્પિયનને બે એરલાઈન્સ આપશે આ સુવિધા
હા, તે ચોપરા છે જેણે નીરજ ચોપરાનાં નામની સામે અટક મૂકી છે, જેના કારણે પ્રેમે તેનો એક આઇકોનિક ડાયલોગ બોલ્યો છે જે અહીં તદ્દન યોગ્ય પણ લાગે છે. આ વીડિયોમાં પ્રેમ ચોપડાએ કહ્યું, ‘આખી દુનિયા મને ઓળખે છે. મારું નામ પ્રેમ ચોપડા છે. પણ નીરજ, આજે તમે હવામાન બદલી નાખ્યું. આજથી બાકીની દુનિયા કહેશે, નીરજ નામ છે મારું. નીરજ ચોપડા. આપને જણાવી દઈએ કે, પ્રેમ ચોપડા પોતાના નામ અને કામ બંને માટે પ્રખ્યાત છે. તેમણે ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવીને ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. ઉલ્લેખનીય છે કેે, ભાલા ફેકમાં નીરજ ચોપડા પ્રથમ ક્રમાંક મેળવીને ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ અપાવ્યો છે. જે બાદથી સમગ્ર દેશનું માથુ ગર્વથી ઉચુ થઇ ગયુ છે.
