પટના/ શપથ લીધા બાદ નીતિશ કુમારનો ભાજપને પડકાર, 2014માં જીતી ગયા, 2024ની કરો ચિંતા

ભાજપને ખુલ્લો પડકાર આપતા નીતીશ કુમારે કહ્યું કે તેઓ 2014માં લોકસભા ચૂંટણી જીત્યા હતા. હવે 2024માં યોજાનારી ચૂંટણીની ચિંતા કરી લો. પીએમ પદ માટેના દાવાના મામલે નીતિશે કહ્યું કે તેમની પાસે આવો કોઈ દાવેદાર નથી.

Top Stories India
શપથ

8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ બુધવારે સીએમ નીતિશ કુમારે પોતાના જૂના સહયોગી ભાજપને ખુલ્લો પડકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ 2014માં લોકસભા ચૂંટણી જીત્યા હતા. હવે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીની ચિંતા કરે.

શપથ લીધા બાદ નીતિશ કુમારે કહ્યું, “જે લોકો 2014માં સત્તામાં આવ્યા હતા, શું તેઓ 2024માં વિજયી થશે? હું ઈચ્છું છું કે 2024 માટે બધા (વિપક્ષ) એક થાય. પાર્ટીએ સાથે મળીને નિર્ણય લીધો (ભાજપ છોડવા માટે)… હું રહું કે ના રહું (2024 સુધી)… તેઓ જે ઇચ્છે તે કહી શકે છે, પરંતુ 2014 જેવી પરિસ્થિતિ ત્યાં નહીં હોય.” નીતિશ કુમારે આ નિવેદન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પડકાર ફેંક્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ પદ માટેના દાવેદારના મામલે નીતિશે કહ્યું કે તેમની પાસે આવો કોઈ દાવેદાર નથી.

મારું પીએમ પદનું કોઈ સપનું નથી

નીતિશ કુમારે કહ્યું કે તે ઠીક છે કે અમે ફરીથી મહાગઠબંધનમાં પાછા આવ્યા છીએ. અમારી પાર્ટીમાં લાંબા સમયથી અસંતોષ હતો. અંતે મેં બધું સ્વીકાર્યું છે. અમારી સરકાર સારી રીતે ચાલશે, કોઈ મુશ્કેલી નહીં આવે. આ સરકાર માત્ર ત્રણ વર્ષ ચાલવાની નથી. જેને (ભાજપ) ગમે તે કહે, તેને જે કરવું હોય તે કહે. પીએમ પદના દાવેદારના સવાલ પર નીતીશે કહ્યું કે આ અંગે મારા મનમાં કોઈ સપનું નથી. આ તમામ કામ મારા પક્ષના લોકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

ગિરિરાજે લાલુને કહ્યું- તમારા ઘરમાં સાપ ઘુસી આવ્યો

લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કરતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આરજેડી સુપ્રીમોની જૂની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે નીતિશ કુમારને ‘સાપ’ કહ્યા હતા. ગિરિરાજે કહ્યું કે હવે એ જ સાપ લાલુ પ્રસાદ યાદવના ઘરમાં ઘૂસી ગયો છે. હકીકતમાં, 2017 માં, જ્યારે નીતીશ કુમારે આરજેડી સાથેના સંબંધો તોડી નાખ્યા અને ફરીથી ભાજપ સાથે ગઠબંધન કર્યું, ત્યારે લાલુએ એક ટ્વિટમાં તેમને સાપ કહ્યા જે દર બે વર્ષે તેની ચામડી બદલે છે. ગિરિરાજ સિંહે લાલુનું ટ્વીટ શેર કરતા લખ્યું કે, તમારા ઘરમાં સાપ ઘૂસી ગયો છે.

આ પણ વાંચો:રાજ્યમાં રોજગાર વધારવા સરકારની પહેલ | ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત | જાણો કેવી રીતે કયા વિભાગમાં થશે કામગીરી

આ પણ વાંચો:નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર

આ પણ વાંચો:અમદાવાદમાં વાહનચાલકો બની રહ્યા છે યમરાજ : બે દિવસમાં ચિંતાજનક હિટ એન્ડ રનનાં બનાવ