Political/ કોંગ્રેસ ભાજપને જીતાડવા માટે જ ચૂંટણી લડી રહી છે,ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મનીષ સીસોદીયા

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સીસોદીયા 2 દિવસના ગુજરાત પ્રવાસે છે.રાજકોટમાં મનીષ સીસોદીયાનો 20 કિમિનો રોડ શો યોજ્યો હતો.. રોડ શો શરૂ કરતાં પહેલાં તેઓ રણછોડદાસ બાપુના

Top Stories
1

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સીસોદીયા 2 દિવસના ગુજરાત પ્રવાસે છે.રાજકોટમાં મનીષ સીસોદીયાનો 20 કિમિનો રોડ શો યોજ્યો હતો. રોડ શો શરૂ કરતાં પહેલાં તેઓ રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. રોડ શો ગ્રીન લેન્ડ ચોકડીથી શરૂ થયો હતો.  રાજકોટ ખાતે તેઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં તેઓએ ભાજપ – કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.મનીષ સીસોદીયાએ કહ્યું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે પાંચ વર્ષમાં જે કર્યું તે ખૂબ ખૂબ શાનદાર કામગીરી રહી છે. પ્રાઇવેટ સ્કૂલો કરતા સરકારી સ્કૂલોને ઉચ્ચતમ બનાવાઈ, શિક્ષણ આરોગ્ય સાથે 24 કલાક વીજળી પાણી સહિતની સુવિધાઓ, દિલ્હીમાં મહિલાઓ માટે ફ્રી બસ સેવા, આમ આદમી પાર્ટીના દિલ્હીમાં શાસન દરમિયાન હજુ સુધી ખાનગી સ્કૂલોની ફી વધવા દીધી નથી જ્યારે ગુજરાતમાં 25 વર્ષથી ભાજપ નિગમ અને રાજ્યની સત્તા પર છે ત્યારે લોકો વિચારી રહ્યા છે કે જે કેજરીવાલની દિલ્હી સરકારે પાંચ વર્ષમાં કર્યું તે ભાજપ 25 વર્ષ માં કેમ નથી કરી શક્યું.ઉતરાખંડમાં પુર આવ્યું, જે અંગે સીસોદીયાએ કહ્યું કે, હું આ ઘટના ઉપર નજર રાખી રહ્યો છું વિગતો મેળવી રહ્યો છું નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. દિલ્હી સરકારના અધિકારીઓ પણ નજર રાખીને બેઠા છે દિલ્હી સરકાર તમામ જરૂરી મદદ કરવા તૈયાર છે.

સીસોદીયાએ કહ્યું દિલ્હીમાં થયેલા કામો અને ગુજરાતમાં ભાજપની નિષ્ફળ કામગીરીને લઈને આમ આદમી પાર્ટી જનતા સમક્ષ જશે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી તેનો મેનિફેસ્ટો જાહેર કરશે. ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ અને મર્જ થવા અંગે પણ સીસોદીયાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની ઘણી ખરી સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા છે. બીજી તરફ પ્રાઇવેટ સ્કૂલોમાં વધુ સંખ્યા છે. આ પ્રાઇવેટ સ્કૂલો ભાજપ – કોંગ્રેસના નેતાઓની જ છે. જે આપણે જાણીએ જ છીએ.ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરતા સિસોદિયાએ કહ્યું કે મને અહીંના લોકો તરફથી જાણવા મળ્યું કે “કોંગ્રેસના ઉમેદવારો ભાજપ કાર્યાલયથી નક્કી થાય છે એજ રીતે કોંગ્રેસ ભાજપને જીતાડવા માટે જ ચૂંટણી લડી રહી છે.”

1

Covid-19 / રાજ્યમાં કોરોનાનાં કેસની સંખ્યામાં નોંધાઇ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ત્રીજો મોરચો ગુજરાતમાં કોઈ દિવસ સફળ નથી રહ્યો એવો સવાલ પૂછતા મનીષ સીસોદીયાએ કહ્યું હતું કે કોંગ્રેસ ત્રીજો મોરચો છે અને તે સફળ નહીં થાય. તેમણે વધુમાં કહ્યું કે લોકો ભાજપના થાકી ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ જનતા માટે છે. ગુજરાતી તમામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે. આપ કેટલી સીટો પર જીત મેળવશે તેવા સવાલના જવાબ પર સીસોદીયા કહ્યું કે, એ તો હવે ખબર પડશે પરંતુ ગુજરાતની જનતા એકવાર કેજરીવાલને મોકો આપે પછી ભાજપ-કોંગ્રેસને ભૂલી જશે.ભાજપ કોંગ્રેસ માંથી નારાજ થઈ આમ આદમી પાર્ટી સાથે જોડાતા લોકો અંગે સીસોદીયાએ કહ્યું કે અમે કરપ્ટ, ક્રિમિનલ અને કેરેક્ટરલેસ વ્યક્તિને પાર્ટીમાં સ્થાન નથી આપતા, એ સિવાય ક્યારેય પણ કોઈ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાય છે ત્યારે આ ત્રિપલ સી તે વ્યક્તિનો રેકોર્ડ ચકાસી છીએ. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

1
PM Modi / મમતાજી બંગાળના લોકો માટે નિર્મમતા, TMC સામે વડાપ્રધાન મોદીના આકરા પ્રહારો

આમ આદમી પાર્ટીમાં ફંડની પારદર્શકતા ને લઇ સીસોદીયાએ કહ્યું કે અમારી પાર્ટી પ્રમાણિકપણે ફંડ મેળવે છે તેથી સ્વભાવિક રીતે ફંડની તકલીફ રહેવાની, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ફંડની તકલીફ હોવા છતાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ મહેનત કરી લોકો વચ્ચે જઈ રહ્યા છે.પત્રકાર પરિષદમાં દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ, ગુજરાત આપના ભીમાભાઈ ચૌધરી, મહામંત્રી જયદીપભાઈ, મનીષભાઈ ખૂંટ, અજિતભાઈ લોખીલ, શહેર પ્રમુખ રાજભા ઝાલા, ઉપપ્રમુખ શિવલાલભાઈ બારસિયા, સ્ટેટ મીડિયા કોરડીનેટરે તુલિબેન મુખર્જી અને રાજકોટ મીડિયા કોરડીનેટરે રાજેશ પાનસૂરિયા ઉપસ્થિત રહ્યા હતા.

1
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…